________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
દેવોને ફૂલની માળા પણ નિર્માલ્ય બનતી નથી. (જીવનભર રહે છે, તો પછી સોનાની તો વાત જ શી ?
ગોભદ્રદેવ પત્ની સહિત શાલિભદ્ર પાસે અમને અલંકારોને મોકલે છે. પણ આ બંદા તો બીજે જ દી અમને ખંખેરીને કાઢી મૂકે છે. પત્નીઓ પણ એમ જ કરે છે. અમારું માન શું રહ્યું ?આવા અપમાનથી જાણે માઠું લાગતાં અલંકારો કૂવામાં ઝંપલાવે છે. // ૧૬૧ // ૧૬૨ ||
શાલિભદ્ર (ચોખા)ની આવી વિભૂતિનાં દર્શનરૂપી પરિમલ (સુગંધ)થી જ રાજાને તૃપ્તિ થઇ ગઇ. “બસ... હવે મારે બીજું કાંઇ જોઇતું નથી.’ એમ કહેવા તે માથું ડોલાવવા લાગ્યો-એમ હું માનું છું. / ૧૬૩ //
અદ્દભુત વાનગીઓથી ભરપૂર, અઢળક ધનથી યુક્ત, પહેલાં કદી નહિ જોયેલા શાલિભદ્રના ભોગ-વિલાસને કહેવાની ઇચ્છાવાળા નિર્મળમતિવાળા રાજા વિચારવા લાગ્યા.
ગૌણાર્થ : અક્ષરોથી પૂર્ણ, મહાન અર્થથી યુક્ત, પહેલાં કદી નહિ સાંભળેલા ભોગ સૂત્ર પર વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા પંડિત વિચારવા લાગ્યા. || ૧૬૪ ||
આ શાલિભદ્રનું પર્વતો જેવા રાજાઓ કરતાં પણ ખૂબ જ ઊંચું પુણ્ય છે, મેરુ જેવું છે, જેની તળેટીમાં મનુષ્યલમી અને ટોચ પર દેવલક્ષ્મી આળોટી રહી છે. || ૧૬૫ //
અમે તો અશ્વપ્રિય રાજાઓ છીએ, સત્તાભ્રષ્ટ થયેલા અને અપમાન વગેરે સહન કરીએ છીએ. પરંતુ સર્વ પ્રશસ્ત પુરુષોમાં શાલિભદ્ર કદી ખંડિત થયો નથી.
8A%A88888A YAUAAAAAAAA
| ૪
|