________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શું હું મેરુ પર્વત પર ચડી રહ્યો છું ? અથવા તો રોહણાચલ પર ચડી રહ્યો છું ? શું હું નંદનવનમાં જઇ રહ્યો છું? કે હું દેવલોકમાં પ્રવેશ કરી રહ્યો છું?–આ પ્રમાણે વિકલ્પ સંકલ્પોની કલ્પનાની મોટી પથારીમાં રહેલો રાજા, શાલિભદ્રના મહેલના મધ્ય ભાગમાં પહોંચ્યો. / ૧૦૪ || ૧૦૫ / ૧૦૬ || ૧૦૭ ||
ઉત્કંઠા, આશ્ચર્ય, ભ્રમ, નિર્ણય, પ્રમોદ, ગૌરવ, નિરાશા વગેરે ભાવોને એકીસાથે અનુભવતા શ્રેણિક રાજા વિચાર-મિશ્રતાને પામ્યા. // ૧૦૮ ||
શ્રેણિક રાજા ત્રણ માળ પસાર કરીને... જાણે ધર્મ અર્થ-કામરૂપ ત્રણ પુરુષાર્થ પસાર કરીને ચોથે માળે પહોંચ્યા... જાણે ચોથા મોક્ષ પુરુષાર્થમાં પહોંચ્યા. ત્યાં તેમણે ચોકીનો અંગીકાર કર્યો... જાણે યોગીએ મૈત્રીપ્રમોદ કરુણા-મધ્યસ્થતારૂપ ચાર ભાવોના સમુચ્ચયનો સ્વીકાર કર્યો. // ૧૦૯ // ૧૧૦ //
જયાં સોનાના પૂર્ણકુંભો રહેલા છે, જે મણિ-માણેકથી શોભી રહ્યું છે, વિવિધ રત્નોથી જયાં પાત્રો શોભી રહ્યાં છે, જયાં બંને બાજુએ ઇન્દ્રનીલ મણિના મોર છે, જ્યાં મરકતના પાત્રમાં વિશાળ અને ઉત્તમ જવારા વાવેલા છે, તેવા રત્નના સિંહાસન પર શ્રેણિક રાજા બેઠા. // ૧૧૧ // ૧૧૨ //
હવે રાજા સાથે સમાગમ કરાવવાની ઇચ્છાવાળી, આશ્ચર્યયુક્ત, ભદ્રા તરત જ ચંદ્ર જેવા સૌમ્ય પુત્ર પાસે આવી.
ગૌણાર્થ : ચિત્રા નક્ષત્રથી યુક્ત રાજયોગ કરવાની ઇચ્છાવાળી ભદ્રા તિથિ ચંદ્રના પુત્ર બુધ પાસે આવી. (ચિત્રાનક્ષત્ર, ભદ્રા-તિથિ અને બુધના મિલનમાં જયોતિષશાસ્ત્ર પ્રસિદ્ધ રાજયોગ થાય છે.) || ૧૧૩ ||
8A%A88888A YAUAAAAAAAA
// ૬
I