________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
માર્ગમાં રહેલી યંત્રની પૂતળીઓ શોભતી હતી. જાણે સાક્ષાત્ વૃતાચી મેનકા રંભા વગેરે અપ્સરાઓ, હાથમાં કલ્પવૃક્ષની માળા લઇને ઊભી હતી ! // ૯૨ //.
પુલ જેવી તે દુકાનની શોભા દ્વારા-નગર-સમુદ્રને ઓળંગીને હાથી સમા મહારાજા શ્રેણિક વહાણ સમા (નાના હાથી સમા) શાલિભદ્રના મહેલમાં લીલાપૂર્વક આવ્યા. || ૯૩ //
ભવ્ય જીવ જેમ સૂર્ય જેવા ચમકતા જૈનધર્મની તત્ત્વત્રથી જુએ, તેમ શાલિભદ્રના મહેલના દરવાજે શ્રેણિક રાજાએ તોરણત્રયી (ત્રણ કમાનો) જો ઇ.
આગળની બાજુએ ચાંદીના થાંભલાવાળી અને નીલમણિના પાનવાળી, દક્ષિણ બાજુએ સોનાના થાંભલાવાળી અને વૈરાટરત્નના પાનવાળી, ઉત્તર બાજુએ-રત્નોના થાંભલાવાળી અને હિંગુલરત્નના પાનવાળી, પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ સમુદ્રોને જેણે ભેટરૂપે પોતાની કાંતિ મોકલી છે (અર્થાત્ ત્રણ દિશાના ત્રણ સમુદ્રો સુધી પ્રકાશ પાથરતી) તેવી તોરણત્રયી જોઇ. / ૯૪ || ૯૫ / ૯૬ ||
રાત્રિના સમયે ચંદ્રનાં ઠંડા કિરણોથી પેદા થયેલા અમૃતથી ભરેલા, પૂતળીઓના હાથમાં રહેલા ચંદ્રકાંત મણિથી બનેલા પ્યાલામાંથી અમૃત પીતો, જેનું કૌતુક-મંગળ (કૌતુક-મંગળ પરંપરાથી ચાલી આવતી એક વિધિ) કરાયેલું છે એવો રાજા, જયાં વૈડૂર્ય રત્નોથી ગોમુખનો આકાર બનાવાયેલો છે, જયાં મોતીઓના સાથીયા કરાયેલા છે, જે સ્ફટિકથી બનેલું છે, તેવા આંગણામાં પેઠો. || ૯૭ || ૯૮ //
ARRARAUAYA8A82828282828282888
||
૨
||