________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
હવે શરદઋતુમાં વાદળાઓનો એકધારો વરસાદ તો અટક્યો પણ ગોભદ્ર દેવની દેવતાઇ લક્ષ્મી આપવાના ધ્યાનની જ રતિવાળી મતિ ન અટકી. || ૧૩૯ ||
પુણ્યના ઉદયથી આ શાલિભદ્રને જેમ મનુષ્ય-લક્ષ્મી દેવલોક જેવી બની તેમ શરદ ઋતુમાં ચંદ્રના પ્રચંડ પ્રકાશથી રાત્રિ પણ દિવસ જેવી બની. (શરદ ઋતુમાં વાતાવરણ સ્વચ્છ હોવાથી વળી કિરણોની અધિકતા હોવાથી ચંદ્રનો પ્રકાશ એકદમ તેજસ્વી હોય છે.) | ૧૪૦ ॥
બાર રાજા સમાન બાર માસના બાર ચંદ્રોમાં જીતવાની ઇચ્છાવાળો શરદનો ચંદ્ર શોભી રહ્યો હતો. જેમ શાલિભદ્રના સર્વ ગૃહસ્થ-વ્રતોમાં દાનધર્મ શોભી રહ્યો હતો. ।। ૧૪૧ ||
વાદળના આવરણનો નાશ થતાં સૂર્ય નવા જેવો શોભતો હતો. જેમ પૂર્વજન્મની ગરીબીના નાશથી શાલિભદ્રનો પુણ્યોદય શોભતો હતો ! | ૧૪૨ ॥
શરદ ઋતુના વાયરાથી જગતમાં જાઇ ફૂલની સુગંધ ફેલાઇ રહી. જેમ ચારણોના સમૂહથી શાલિભદ્રના યશની સુગંધ ફેલાય. ॥ ૧૪૩ ||
શરદ ઋતુના આગમનથી સરોવર વગેરેનાં પાણી ખૂબ જ નિર્મળતા પામ્યા. શાલિભદ્રની લીલા જોઇને જેમ સજ્જનોના મન નિર્મળતા પામે ! || ૧૪૪ ||
હેમંત ઋતુમાં બરફ પડવાથી સૂર્ય પણ ઝાંખો પડ્યો. પરંતુ શાલિભદ્રના ભાગ્યનો સૂર્ય ક્યાંય ઝાંખો ન પડ્યો. ।। ૧૪૫ ||
| TERRY
ANDERERER
પ્રક્રમ-૩
||૪૦૭ ||