________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
વિતંડા-વાદ છોડીને પ્રમાણશાસ્ત્રીઓમાં શિરોમણિ વાદી પોતાના સાધ્યની સિદ્ધિ માટે ઉત્તમ ઉત્તર આપે તેમ વ્યર્થ પ્રલાપરૂપ નાટક છોડીને સજજન-શિરોમણિ ગોભદ્ર શેઠે, સંયમના લક્ષ્યની સિદ્ધિ માટે ભવ સાગર-તારક ઉત્તર આપ્યો. || પ૭ ||
હે વત્સ ! બાજુમાં રહેલો ડાહ્યો પુત્ર પણ કલાયુક્ત પોતાના પિતાજીને પાપની પકડમાંથી બચાવી શકતો નથી. અને આળસુ (પુત્ર) શૂરવીર (પિતા)ને પણ બચાવી શકતો નથી.
ગૌણાર્થ : પોતાના પિતા ચંદ્રને બાજુમાં રહેલો તેનો પુત્ર બુધ, રાહુગ્રહણમાંથી બચાવી શકતો નથી અને સૂર્યને તેનો પુત્ર શનિ પણ રાહુગ્રહણથી બચાવી શકતો નથી. // ૫૮ ||
સંસારરૂપી ભયંકર દાવાનળમાં કેટલાક ઘોડાની જેમ કૂદી પડે છે, પરંતુ વાઘ જેવા ઉત્તમ પુરુષો તો તેનાથી ત્રાસ પામે છે. તે માટે જ (સંસારથી બચવા માટે જ) મારો આ પ્રયત્ન છે. / ૫૯ /
તારા જ શૃંગારના ઉત્કર્ષ માટે આ પ્રયત્ન છે. કારણ કે પુત્રો પિતાના દેવતાઈ ભોગોના અંશોથી ગૌરવ પ્રાપ્ત કરે છે. (ભવિષ્યમાં ગોભદ્ર દેવ બની ૯૯ પેટીઓ મોકલવાના છે. તેથી કવિએ આવી સમુચિત કલ્પના કરી છે.) || ૬૦ ||
હે ભદ્રા ! તું પણ સબુદ્ધિવાળી છે. મારા મનથી પણ પરમ નિર્મળ છે. વિશુદ્ધ અધ્યવસાયવાળી તું, તને અને પુત્રને પ્રસન્ન કરજે. || ૬૧ //
8282828282828282828282828282828888
૬
|