________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તેથી ચતુર, રઘવાટ-રહિત, ધીર, સતીનો પુત્ર અને ભદ્રાનો પુત્ર-એમ બે રીતે ભાદ્રમાતુર, આનંદવાહી આ શાલિભદ્ર પુત્ર પર કુટુંબનો ભાર મૂકીને હવે હું દીક્ષા લઉં ! || ૬ ||
સુંદર શરીરવાળો દિગ્ગજ જેવો પ્રખ્યાત પુત્ર હોવા છતાં જે ઘરની સત્તા છોડતો નથી તે ખરેખર પશુપતિ (ગોવાળ) છે.
ગૌણાર્થ : ઇશાન દિશામાં સુપ્રતીક નામનો પ્રખ્યાત દિગ્ગજ હોવા છતાં જે ઇશાન દિશા છોડતો નથી, તે ખરેખર પશુપતિ (શંકર) છે. || ૭ //
આ જગતમાં તે જ જ્ઞાની છે, જે વીરમય છે. તે જ ચમકદાર શેઠ છે, જે પ્રભુશ્રીવીરને સેવે છે અને નમે છે. || ૮ ||
આ પ્રમાણે વિચાર કરતા વિચક્ષણ, પુણ્યશાળી ગોભદ્રને, ધર્મની વેલડી માટે પાણીના આગમનરૂપ પ્રભુશ્રી વીરનું આગમન જાણીને, ઉદ્યાનપાલકે તરત જ જણાવ્યું. ખરેખર મહાનુભાવોને ઇષ્ટ પ્રાપ્તિમાં માત્ર ઇચ્છા જ વિલંબરૂપ બને છે. || ૯ || ૧૦ ||
હવે સ્નાન-વિલેપન કરી પવિત્ર-વસ્ત્ર-ઘરેણાં પહેરી સારભૂત પરિવાર સાથે ગોભદ્ર શ્રી વૈભારગિરિ પર પહોંચ્યો. || ૧૧ ||
વધતા શુભ-આશયવાળો ત્રણ પ્રદક્ષિણા આપી, શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરી સારી રીતે દેશના સાંભળવા લાગ્યો. || ૧૨ ||
ARRARAUAYA8A82828282828282888
/ રૂ૮૬ |