________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
ગાંઠમાં ગરથ (પૈસો) હોય તો કયો ડાહ્યો માણસ ખરાબ સ્થાનમાં રહે ? તેથી સુપાત્ર-દાનના ધનવાળા સંગમે કુત્સિત ગામ અને શરીરનો ત્યાગ કર્યો. ॥ ૧૫૫ ||
દાનની મહોર હાથમાં લઇ, ધર્માધિકારી બનેલો, સજ્જનોને સેવનીય આ સંગમ હવે પશુનો દાસ શી રીતે
બને ? || ૧૫૬ ||
પાત્ર-દાનના અભિમાનથી જે ભાવિમાં રાજા શ્રેણિકનું પણ સ્વામીપણું સહન નહિ કરે તે પશુઓને સ્વામી શી રીતે બનાવે ? || ૧૫૭ ||
ચંદ્ર મહેલ, દ્રૌપદીનું આમ્રવૃક્ષ, ચક્રવર્તીનું ચર્મરત્ન, મૂલ નક્ષત્રના દોષને હરનારું વસ-આ બધી ચીજો તે જ દિવસે બનેલી જેમ લાભદાયી બને છે, તેમ સંગમનું સુકૃત પુષ્કળ સદ્ભાવના પ્રભાવથી તે જ દિવસે સર્વ સિદ્ધિ અને સમૃદ્ધિને આપનારું બન્યું. ॥ ૧૫૮ ॥ ૧૫૯ |
રાગદ્વેષથી રહિત સરળતા-ગુણથી મેળવી શકાય તેવું, સદાય અખૂટ, અવિનાશી, જગતની (૧૪ રાજલોકની) ઉપર રહેલું, બીજી વાર ન મળે તેવું, ચોક્કસ, એક શાલિભદ્ર (આત્મા)ને ઇષ્ટ, બીજા લોકો (જડ)ને ભોગ-યોગ્ય નહિ-એવું શાલિભદ્રનું દાન અને મોક્ષનું સુખ અમે સ્તવીએ છીએ. ॥ ૧૬૦ ||
શ્રી ધર્મકુમાર પંડિતે રચેલા, શ્રી પ્રદ્યુમ્ન મુનિની બુદ્ધિ દ્વારા શુદ્ધ થયેલા આ શાલિભદ્ર કાવ્યમાં પ્રથમ પ્રક્રમ પૂરો થયો. ॥ ૧૬૧ ||
|| પહેલો પ્રક્રમ સંપૂર્ણ ॥
| T2
REDERER
પ્રક્રમ-૧
॥૩૬૩ |