________________
પ્રકમ-૧
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
હવે પ્રશમ-અમૃતના સરોવર, શાંતિના ધામ એ મુનિપુંગવનું મને શરણું હો-એ જ ઉચિત છે. // ૧૪૬ ||
સજજનોને ઉદાહરણ યોગ્ય, રત્નના આરીસા સમાન સુંદર દર્શનવાળા આ નાના બાળકમાં અગ્રસ્થિત મુનિ ભગવંત જાણે પ્રતિબિંબિત થયા ! // ૧૪૭ /
તે જ વખતે લાગેલ હોવા છતાં, ઉત્તમ રાજપુત્રની જેમ ધર્મરાગે, જીવલેણ સંકટમાં પણ તેને છોડ્યો નહિ. // ૧૪૮ //
‘આચાર કુળને કહે છે.' આ વચન જો સાચું હોય તો તેના દાન અને ધીરજના ગુણથી નક્કી થયું કે તે ક્ષત્રિય કુળનો હતો. || ૧૪૯ ||
અહો ! સંગમનું અદ્ભુત સૌભાગ્ય ! તેની તરત જ પરણેલી-નવોઢા-પ્રિયા સભાવના, સતીની જેમ ઉલ્લાસપૂર્વક પરલોકમાં પણ સાથે ચાલી. // ૧૫૦ //
રૂપસ્થ-ધ્યાનથી પાંચમા પરમેષ્ઠી (મુનિ)નું ધ્યાન ધરીને, સમાધિના અમૃત-કુંડમાં આકંઠ ડૂબેલો સંગમ, દાનશીલ વિનાની દેવ-ગતિને બાજુએ મૂકી દાન-ધ્યાનના અનુબંધથી દાન-પ્રધાન ગતિ (મનુષ્ય-ગતિ)ને પામ્યો. // ૧૫૧ || ૧૫૨ //
મનુષ્યપણામાં દિવ્ય-ભોગોની પ્રાપ્તિ આશ્ચર્યકારી છે-એમ વિચારી જાણે તેણે મનુષ્ય ગતિ પસંદ કરી. (સંગમે મનુષ્યગતિનો સંગમ કર્યો.) || ૧૫૩ ||.
તેવી સ-રસ ખીર આપીને-ખાઇને હવે હું જેવું તેવું અન્ન શી રીતે ખાઇ શકીશ ? એમ વિચારીને જાણે નિષ્કપટ સંગમે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. / ૧૫૪ //
8A%A88888A YAUAAAAAAAA
// રૂ૬૨ |