________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
પુત્રના મદન કોદરા જેવા મિથ્યાત્વ-પુદ્ગલોને ચોખ્ખા કરવા માટે જ જાણે ધન્યા રડતી હતી-એમ હું માનું છું. ॥ ૧૨૩ |
જુઓ-૭૧મા શ્લોકનો અનુવાદ. ।। ૧૨૪ ।।
અષડક્ષીણ મંત્રણા કરનારા સંગમે, પહેલા પોતાને જણાવીને પરલોકના ફળને આપનારું કૃત્ય ખીરથી શરૂ કર્યું. (જેમાં ત્રીજી વ્યક્તિ ન હોય તેવી મંત્રણા ‘અષડક્ષીણ’ કહેવાય છે.) || ૧૨૫ ॥
સંગમના દાનના પ્રારંભમાં આ ઉપમાઓ આપી શકાય. કુમારી, કાંતેલું સૂતર, ગજપટી (દેશાંતરીય વસ્ત્ર), બ્રહ્મા અને બીજનો ચંદ્ર (આ બધી વસ્તુઓ ક્રમે કરીને વિસ્તાર પામે છે, તેમ આ દાન પણ વિસ્તાર પામશે.) | ૧૨૬ ।।
શ્રી શ્રેયાંસકુમાર શ્રી આદિનાથ ભગવાનનો પ્રપૌત્ર અને જાતિસ્મરણ જ્ઞાનવાળો હતો. પેલો મૂલદેવ કલારૂપ કલ્પવેલડીનું મૂળ અને રાજપુત્ર હતો. ઓલી ગુણોજજવલ ચંદના તો શહેરી અને રાજપુત્રી હતી. પરંતુ આ સંગમ
ગામડિયો બાળ ગોવાળ હતો... છતાં દાતા બન્યો તે આશ્ચર્ય કહેવાય. || ૧૨૭ || ૧૨૮ ॥
દ્રવ્યાદિ ચાર પ્રકારે અભિગ્રહધારી સ્વયં ભ.શ્રી મહાવીરદેવ પોતાની શિષ્યાની દાન-સામગ્રીના કર્તા બન્યા એ ચંદનાનું શું આશ્ચર્ય ગણાય ? | ૧૨૯ |
મૂલદેવે તો દાન વખતે જ ચોખ્ખું ચોખ્ખી પોતાની ઇચ્છા કહી દીધી. પરંતુ બાળક છતાં મહાન, ઉદાર આ સંગમે હિતકારી મૌન સેવ્યું. ॥ ૧૩૦ ||
| TERRY
GREDER
પ્રક્રમ-૧
॥ રૂપક