________________
પ્રકમ-૧
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ઓ મહાવ્રતધારી મુનિ ! આ દુર્બળ, નિર્ધન દોષની ખાણ સરખા બાળકને આપના આગમનથી પવિત્ર કરો.
ગૌણાર્થ : હે શંકર ! દુર્બળ અને કિરણ વગરના આ બાલ ચંદ્રને આપ આપની જટામાં ધારણ કરી પવિત્ર કરો. || ૧૦૩ //.
આ પ્રમાણે અમૃતની વૃષ્ટિસમી વાણી દ્વારા ભૂમિકા કરીને આનંદનાં આંસુથી જાણે છાંટણા છાંટતો ! ભાવનાના વૃક્ષને જાણે સિંચતો ! પાપના પંકને જાણે સાફ કરતો ! જલપૂર્વક દાન દેવા જાણે સંગમ. . . ! પ્રસન્નતાપૂર્વક, હર્ષપૂર્વક, આદરપૂર્વક, ભાવની નિર્મળતાપૂર્વક, ભક્તિની કુશળતાપૂર્વક, ઇચ્છારહિતપણે, ઉપમારહિતપણે, શિક્ષારહિતપણે , પોતાના કર્મથી નિર્ધન છતાં પરમભક્તિથી યુક્ત સંગમ ખીર વહોરાવી. || ૧૦૪ / ૧૦૫ // ૧૦૬ / ૧૦૭ //
મુનિના ધ્યાનથી શાંતરસ ! આત્મનિંદાથી કરુણરસ ! દાનપ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ધસી જવાથી વીરરસ ! અણધાર્યું થવાથી અભુતરસ સમો સંગમ, વાણીવીરોનાં વચનોથી અતીત, યોગીઓને પણ અગમ્ય, મુતિમંતોને અશેય-ચાર રસોના મિશ્રણને પામ્યો. / ૧૦૮ / ૧૦૯ //.
મુનિને ખીરનું દાન :
આ પ્રગૃહીતા નામની છઠ્ઠી ભિક્ષા છે-એમ વિચારી સંગમ પર અનુગ્રહ કરવામાં તત્પર, દક્ષ મુનિએ તે ગ્રહણ કરી. | ૧૧૦ ||
તેના પુણ્ય-પુંજથી ભરેલા પાલા (અનાજ માપવાનું સાધન) પર ધર્મલાભના આશીર્વાદથી શિખા કરીને સરળ ચિત્તવાળા મુનિ પોતાના સ્થાને ગયા. || ૧૧૧ //
828282828282828282828282828282828482
/ રૂદ્ધ૬ |