________________ જે કંઇ અલના-ક્ષતિ થઇ હોય તેને એ મહાપુરુષો ક્ષમ્ય કરે એવી પ્રાર્થના કરું છું. મંગલ કલશરૂપે રચેલા પચીસમા સ્તવનમાં સ્તુતિકારશ્રીએ ચતુર્વિશતી જિનની સ્તુતિ અને 1452 ગણધર ભગવંતોનું સ્મરણ કરવાપૂર્વક ચતુર્વિધ સંઘનો મહિમા વર્ણવ્યો છે, અને અંતે જિનની સેવાથી હિતાહિતનો બોધ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ શાસ્ત્રોનાં ટંકશાળી વચનોનો ઉપસંહારરૂપે ઉલ્લેખ કરી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. ધનમાં જ સંતોષ ન માનો પૂજ્યશ્રીએ પૂછયું: (અમેરિકન જિજ્ઞાસુ મિત્રોને) રોજ સવાર પડે ક્યાં દોડો છો, કેમ દોડો છો ? ધન કમાવાને ? પછી સુખ મળે છે ? ઠીક છે. ધન જીવન નિભાવવાનું સાધન છે. પણ એમાં સુખ છે તેમ માનીને સંતોષ ન પામશો ! આ તીર્થમાં કેમ આવ્યા છો ? શું કમાણી થશે ? કમાણીમાં ફરક સમજાય છે ? પ્રભુભક્તિ વડે સારી કમાણી થશે. કોક કોક માં . પરમતત્ત્વની ઉપાસના + 148 ક ક ક ક ક કાંક :