________________
સ્થાન આપે છે. ભક્તિનું મહત્ત્વ અધિક આંકે છે, તેની પાછળ પણ આ જ હેતુ રહેલો છે.
ભક્તિ મુક્તિને ખેંચી લાવે છે, લોહચુંબક જેમ લોઢાને આકર્ષે છે તેમ.
આ સ્તવનમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરવાના મુખ્ય મુદ્દાઓ બતાવ્યા છે, તેમાં સૌ પ્રથમ ભક્તિ પ્રગટ કરવા માટે સ્વદુષ્કૃત ગગિર્ભિત પ્રાર્થનાની અત્યંત આવશ્યકતા છે. સ્વામી-સેવકભાવની ભક્તિ વિના પરાભક્તિ' પ્રગટ થઇ શકતી નથી. માટે ભક્તિમાં પ્રથમ સેવકે પોતાના દોષો (દુર્ગુણો)નું સ્વામી સન્મુખ નિખાલસ નિષ્કપટ ભાવે નિવેદન કરવું જોઇએ.
અજ્ઞાન અવસ્થામાં થઇ ગયેલી ભૂતકાલીન ભૂલોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરવો જોઇએ. ગદ્ગદિત હૃદયે અને અશ્રુ ઝરતી આંખે થતી પ્રભુપ્રાર્થના એ અઢળક પાપપુંજોને પણ આત્મપ્રદેશોમાંથી ખસેડી બહાર ઠાલવે છે અને સંતપ્ત હૃદયને શાંત બનાવે છે. વર્તમાનમાં અવિરતિ, મિથ્યાત્વ, પ્રમાદ અને કષાયાદિને વશ થઇ, જે કંઇ પણ મન, વચન અને કાયાથી અશુભ આચરણ થઇ ગયું હોય તે બદલ પણ સખેદ પશ્ચાત્તાપ કરવાપૂર્વક પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી જોઇએ.
આ લોક કે પરલોકમાં પૌદ્ગલિક સુખ મેળવવા માટે કે યશકીર્તિની કામનાથી આત્મસ્વરૂપના લક્ષ્ય વિના કરાતા ધર્મના આચરણથી કે ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પણ આત્મવિકાસ સાધી શકાતો નથી. માટે
એક મોક્ષપ્રાપ્તિના ધ્યેયથી જ સમ્યક્રિયા કે શાસ્ત્રાભ્યાસ કરવા જોઇએ.
શ્રી અરિહંત પરમાત્માનું શાસન જ જીવને શિવ (સિદ્ધ) બનાવવામાં સમર્થ છે. એવી દૃઢ શ્રદ્ધા કેળવવી જોઇએ.
અનુપમ મુક્તિ સુખને આપનાર આ જિન શાસનને પામીને પણ જો મારી આત્મવિશુદ્ધિ ન થતી હોય, તો એમાં મારા પુરુષાર્થની જ ખામી છે અને એ ખામીને દૂર કરવા માટે પ્રભુ-પ્રાર્થના પ્રેરક બની આપણને મહાન બળ પૂરું પાડે છે.
આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે : કોકોની રો પરમતત્ત્વની ઉપાસના * ૧૪૬૦૦
પ્રભુની ઓળખાણ, પ્રભુની સેવા, સમ્યગ્દર્શન, યથાર્થજ્ઞાન, સ્વરૂપરમણતારૂપ ચારિત્ર, તત્ત્વ એકાગ્રતારૂપ તપ અને વીર્યોલ્લાસ વગેરે. અર્થાત્ અરિહંત પરમાત્માની યથાર્થ ઓળખાણ કરવાપૂર્વક તેમની સેવા કરવાથી સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે અને ગુણોની પૂર્ણતા એ જ મોક્ષ છે.
આ રીતે વિચારતાં સમજી શકાય છે કે મુક્તિનું મૂળ જિનભક્તિ (સેવા) છે, અને ભક્તિનું મૂળ પ્રભુપ્રાર્થના છે. તેથી જ ભક્ત-ભાવુક આત્માઓ સદા ભાવભીના હૈયે અને ગદ્ગદ સ્વરે પ્રભુ સન્મુખ પ્રાર્થના કરતાં કહેતા હોય છે કે -
હે પ્રભુ ! કરુણાસિંધુ વિભુ ! મારામાં ભવસાગર તરવાની જરાય તાકાત નથી, મારાં દુષ્ટ આચરણો જોતાં હું ભવનો પાર પામી શકીશ કે કેમ ? એ શંકા છે, છતાં આપનું “તારક” બિરુદ સાંભળી હું આપના ચરણોમાં દોડી આવ્યો છું, એટલે કે, આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ આ દીનદુઃખી અસહાય સેવકને ભીષણ ભવસાગરથી ઉગારી લેજો અથવા તેને તરવાની શક્તિ પ્રદાન કરજો, જેથી સર્વ સાધનાઓને સિદ્ધ કરી અને સિદ્ધતાને પ્રાપ્ત કરી, આ સેવક સદા માટે આપના સમાગમને મેળવી શકે. ખરેખર ! સાચા ભક્તાત્માની આ જ અંતિમ અભિલાષા હોય છે.
આ ‘ચોવીસી’ના કર્તા શ્રીમદ્ દેવચંદ્રજી પાઠક મહોદયે પણ ચોવીસી સમાપ્ત કરતાં પ્રભુ પાસે પોતાની અભિલાષા આ રીતે વ્યક્ત કરી છે.
ગ્રંથકર્તા જિનાગમોનાં ઊંડાં - અગાધ રહસ્યોના મહાન જ્ઞાતા હોવા છતાં, નમ્રભાવે પોતાની લઘુતા દર્શાવવાપૂર્વક કહે છે કે “મેં મારા અલ્પજ્ઞાન મુજબ પરમેશ્વરની સ્તવના (ગુણગ્રામ) કરીછે. તેમાં જે કંઇ યથાર્થ હોય તે પ્રમાણભૂત છે અને જે કંઇ અયથાર્થ હોય તે મારી મતિમંદતાને કારણે છે. તે ક્ષતિઓ બદલ મિચ્છામિ દુક્કડં !”
ગીતાર્થ પુરુષો-ગુણી પુરુષો પરગુણગ્રાહી હોય છે અને બીજાના દોષો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે. ભદ્રક ભાવે કરેલી આ રચનામાં ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૪૭ માંથી