________________
(૬) ભવ્યતા - પર્યાયની પરાવર્તના - પર્યાયોનું પરાવર્તન થવું એ ભવ્ય
સ્વભાવે છે. ક્ષેત્ર ગુણભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ
અનિત્ય પરનાસ્તિતા | ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવકતવ્યતા, વસ્તુ તે રૂપથી
નિયત અભવ્યતા || ૪ || ઉપર બતાવેલા સામાન્ય સ્વભાવના પ્રતિપક્ષી અનેકતાદિ છે સામાન્ય સ્વભાવનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) અનેકતાભાવ - ક્ષેત્ર, ગુણ, ભાવ (પર્યાય)ના અવિભાગ વડે
અનેકતા છે. (Y) ક્ષેત્રના અવિભાગ - પ્રદેશરૂપ અવિભાગ પદાર્થમાં અનેક
ન હોવાથી અને કતા. (la ગુણના અવિભાગ - એક એક ગુણના અનંતા અવિભાગ
હોય છે. (UU ભાવ અવિભાગ - પર્યાયધર્મ એક એક જ્ઞાનાદિગણના
અનંતા પર્યાયોની અપેક્ષાએ પણ અનેકતા જાણવી. અર્થાત્
ક્ષેત્ર, ગુણ અને પર્યાયની અપેક્ષાએ દ્રવ્યમાં અનેકતા છે. (૨) અનિત્યતા - ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ દ્રવ્યમાં અનિયતા છે. (૩) નાસ્તિતા - એક દ્રવ્યના ધર્મ બીજા પદાર્થમાં હોતા નથી તેથી પરની
અપેક્ષાએ દ્રવ્યમાં “નાસ્તિતા” સ્વભાવ છે. અભેદતા - સર્વગુણ પર્યાયનો આધાર દ્રવ્ય હોય છે. મૂલદ્રવ્યને છોડીને કોઇ ગુણ બીજે વર્તતો નથી, માટે એક ક્ષેત્રને અવગાહી સર્વ ગુણ પર્યાયી રહેલા હોવાથી દ્રવ્યમાં અભેદ સ્વભાવ છે. અનભિલાણતા - દ્રવ્યમાં અનંતા ભાવો એવા હોય છે કે જે વચનથી અગોચર છે, તેની અપેક્ષાએ દ્રવ્યમાં અનભિલાપ્યતા છે. અભવ્યતા - દ્રવ્યમાં અનેક પર્યાયોનું પરાવર્તન થાય છે, છતાં તે વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. પરંતુ તે રૂપે જ રહે છે.
આ નિયતપણાને લઇને અભવ્યસ્વભાવ છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૮૪ . દરેક toples.es
આ બારે પ્રકારના સામાન્ય સ્વભાવોનું વિસ્તૃત વર્ણન “સંમતિતર્ક, ધર્મસંગ્રહણી' અથવા ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ' વગેરે ગ્રંથોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું.
આ બધા ધર્મો એક જ સમયે દ્રવ્યમાં વર્તે છે. જે સમયે એકતા છે તે જ સમયે અનેકતા, જે સમયે નિત્યતા છે, તે જ સમયે અનિત્યતા પણ છે. આ પ્રમાણે એક એક સ્વભાવની સપ્તભંગિ થાય છે. એમ દ્રવ્યમાં અનંતા સ્વભાવોની અનંતી સપ્તભંગિઓ થાય છે. તે ‘સાદુવાદ રત્નાકર' તેમ જ “રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાં વિસ્તૃત રીતે સમજાવી છે.
આ સામાન્ય સ્વભાવે એ સર્વ પદાર્થોનો (દ્રવ્યાસ્તિક) મૂળધર્મ છે. સર્વ પદાર્થોમાં એનું પરિણમન થતું હોવાથી સર્વ પદાર્થ સ્યાદ્વાદમય છે. ધર્મ પ્રાગૃ-ભાવતા સકલગુણ શુદ્ધતા, ભોગ્યતા કત્તા
રમણ પરિણામતા | શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વચૈતન્યતા, વ્યાપ્યવ્યાપક તથા
ગ્રાહ્ય ગ્રાહકતા || ૫ || વિશેષ સ્વભાવ દરેક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન હોય છે. જીવ દ્રવ્યનાં કેટલાક વિશેષ સ્વભાવોનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આવિર્ભાવતા – જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવું તે આવિર્ભાવ છે. (૨) ભોગ્યતા કે ભોકતૃતા - સમગ્ર શુદ્ધ ગુણોની ભોગ્યતા છે, અને
આત્મા તે શુદ્ધ ગુણોનો ભોક્તા છે માટે તેનો ભોઝૂતા સ્વભાવ છે. (૩) કર્તુતા - આત્મા કર્તુતા સ્વભાવવાળો છે, તેના સર્વપ્રદેશો એકસાથે
મળીને કાર્ય-પ્રવૃત્તિ કરે છે, જ્યારે બાકીના દ્રવ્યોમાં પ્રદેશ પ્રદેશ
ભિન્ન ભિન્ન કાર્ય થાય છે માટે કતા નથી. (૪) રમણતા - સ્વગુણ-પર્યાયમાં રમણ કરવું તે આત્માનો રમણતા
સ્વભાવ છે. (૫) પારિણામિકતા - શુદ્ધ સ્વપ્રદેશતા, એટલે કે પ્રદેશોની પૂર્ણ શુદ્ધતા
થવી એ પણ વિશેષ સ્વભાવ છે. (૬) તત્ત્વચૈતન્યતા - તત્ત્વ આત્મા, તેમાં ચેતના એ તેનો વિશેષ
સ્વભાવ છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૮૫ . . . . . .