________________
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
(સફલ સંસાર... એ દેશી) ધર્મ જગનાથનો ધર્મશુચિ ગાઇએ, આપણો આતમાં
તેહવો ભાવીયે | જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજ્જવા
વસ્તુ સત્તામયી || ૧ || જગતના નાથ શ્રી ધર્મનાથ ભગવાનના શુદ્ધ સ્વભાવનું નિરંતર ગાન, સ્મરણ અને ધ્યાન કરવું જોઇએ તેમજ તેમના શુદ્ધ સ્વભાવમાં તન્મય બની પોતાના આત્માને પણ તેવો જ એટલે કે પરમાત્મરૂપે ભાવવો-વિચારવો જોઇએ. કારણ કે જીવન જીવત્વ જાતિ એક જ છે. તે ક્યારે પણ પલટાતી નથી. તેમ જ શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ તો વસ્તુઆત્માની સત્તા શુદ્ધ ગુણ પર્યાયમયી છે. સંગ્રહનય શુદ્ધ સામાન્ય સત્તાગ્રાહી છે, તેથી તે સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. નિત્ય નિરવય વલી એક અક્રિયપણે, સર્વગત તેહ
સામાન્ય ભાવે ભણે ! તેહથી ઇતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદ પડે
જેહની ભેદતા || ૨ //. જે નિત્ય (અવિનાશી) નિરવયવ (વિભાગ-અંશરહિત), એક, અક્રિય હલનચલનાદિ ક્રિયારહિત) અને સર્વગત (સર્વપ્રદેશ ગુણપર્યાયમાં વ્યાપક) હોય તેને સામાન્ય સ્વભાવે કહે છે, અને સામાન્ય સ્વભાવથી એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૮૨ ક. , + 9
ઇતર – પ્રતિપક્ષી - વિપરીત હોય તેને વિશેષ સ્વભાવે કહે છે, જેમ કે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને દેશગત હોય, તેમજ વ્યક્તિભેદે જેનો ભેદ પડે છે, તે વિશેષ છે. અર્થાત્ સર્વ વ્યક્તિમાં વિશેષપણું ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાદિ ગુણોનો ભેદ વિશેષ સ્વભાવને લઇને જ થાય છે. એકતાપિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ ઋદ્ધિથી
કાર્યગત ભેદતા . ભાવશ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્યપર્યાયની
જે પરાવર્તિતા || ૩ || એકતા, નિત્યતા, અસ્તિતા, ભેદતા, અભિલાપ્યતા અને ભવ્યતા. આ છ સામાન્ય સ્વભાવો છે અને તે પ્રત્યેક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં હોય છે. (૧) એકતા સ્વભાવ - પિંડ એટલે એક સ્વભાવ, જેમ દ્રવ્યનાં સર્વ
પ્રદેશ, ગુણ અને પર્યાયનો સમુદાય તે એક પિંડરૂપ છે. પણ ભિન્ન નથી તે એક સ્વભાવ છે. નિત્યતા - સર્વ દ્રવ્યોમાં ધ્રુવતા રહેલી છે, તે “નિત્ય સ્વભાવ” છે. અસ્તિતા - સ્વભાવથી સર્વ દ્રવ્યો સત્ છે, તેઓ કદીપણ પોતાના ગુણપર્યાયની ઋદ્ધિને છોડતા નથી તે “અતિ સ્વભાવ છે. ભેદતા - તે કાર્યગત છે, એટલે કાર્યની અપેક્ષાએ ભેદ સ્વભાવ હોય છે. જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું અને ચારિત્રગુણ રમણતાનું કાર્ય કરે છે. આ પ્રમાણે કાર્યના
ભેદથી દ્રવ્યમાં ભેદ સ્વભાવ હોય છે. (૫) અભિલાણતા - શ્રુત-વચન વડે ગમ્ય હોય તેવા ભાવો એટલે કે
વચનથી કહી શકાય કે શ્રુતજ્ઞાનથી જાણી શકાય એવા ભાવોમાં અભિલાપ્ય સ્વભાવ છે, જેમ આત્મદ્રવ્યમાં અનંતા એવા ભાવો
છે કે જે વચનથી કહી શકાય છે. ૧. ,li |arc (Yy}* J તત્ત્વાર્થ. પ-૪૦ ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૮૩ .૪ .૧. ble,