________________
પરમાત્માની શાંત સુધારસથી પૂર્ણ મનોહર મૂર્તિનાં દર્શનથી સાધકનું હૈયું ઉલ્લસિત બને છે અને અમૃત રસનાં પાન તુલ્ય મધુર રસનો આસ્વાદ અનુભવાય છે.
આ રીતે જે સાધકને પરમાત્માની મૂર્તિ અત્યંત મીઠી-મધુર લાગે છે અને જે અત્યંત બહુમાનપૂર્વક પ્રભુના ગુણોનું સ્મરણ અને ગાન કરે છે તેને ભવભ્રમણનો ભય પણ રહેતો નથી. સર્વ મુમુક્ષુ સાધકો અનંત ગુણના ભંડાર એવા અનંતનાથ પ્રભુનું સ્મરણ, દર્શન, વંદન, પૂજન, સ્તવન અને ધ્યાન વગેરે નિરંતર કરવા દ્વારા અનુક્રમે પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
ઓળખી તેમાં એકાકાર - તન્મય બનનાર સાધક તે જ્ઞાનાદિ અનંત ગુણોના અભંગ-અખંડ આસ્વાદને મેળવે છે. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ
નાથ અનંતને આદરેજી ! દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આનંદ, પરમ હો પ્રભુ
- પરમ મહોદય તે વરેજી || ૭ / આ પ્રમાણે અનંત ગુણોના સમૂહ શ્રી અનંતનાથ ભગવાનની જે આદર અને બહુમાનપૂર્વક સેવા કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન ઉવલ એવા પરમાનંદમય મહોદયપદને પામે છે. જ ચૌદમા સ્તવનનો સાર :
અરિહંત પરમાત્માના નામાદિ ચાર નિક્ષેપા, ભવ્ય જીવોને મહાન ઉપકારક બને છે. તેમાં પણ સ્થાપના નિક્ષેપાની વિશેષતાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. (૧) આ ભીષણ ભયારણ્યમાં જન્મ-જરા-મરણ રૂપ કે આધિ-વ્યાધિ
અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુલ બનેલા જીવોને પરમાત્માની શાંતરસ પરિપૂર્ણ મુદ્રાનું દર્શન મેઘવૃષ્ટિ તુલ્ય શીતળતા આપે છે. ગારુડી મંત્રથી જેમ સાદિનાં ઝેર દૂર થઇ જાય છે, તેમ પ્રભુમૂર્તિના દર્શનથી મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયાદિનાં ભયંકર ઝેર નાબૂદ થઇ જાય છે. આત્મસંપત્તિ પ્રદાન કરાવનાર હોવાથી, પ્રભુમૂર્તિ ચિંતામણિ રત્નતુલ્ય છે અને પરમાનંદ રસથી પરિપૂર્ણ હોવાથી જાણે તે શિવસુખનું ધામ જ છે. શ્રદ્ધાયોગ, જ્ઞાનયોગ કે ચારિત્રયોગને સિદ્ધ કરવા માટે પ્રભુમૂર્તિ સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન છે. અર્થાતુ પ્રભુમૂર્તિના આલંબનથી સર્વ અધ્યાત્માદિ યોગોની સિદ્ધિ થાય છે અને તેથી અનાદિકાળથી બંધાતો અશુભ કર્મોનો પ્રવાહ અટકી જાય છે તથા આત્મસ્વભાવમાં
રમણતા થાય છે. શક. કોક કોક કોક છે. છોક પરમતત્ત્વની ઉપાસના * ૮૦ ક. ek ja #l #ક #l,
આત્મ-સાધક અલ્પ હોય લોકોત્તર માર્ગની સાધના કરનાર પણ મોક્ષની જ અભિલાષાવાળા અલ્પસંખ્યામાં હોય છે. તો પછી લૌકિકમાર્ગ કે જ્યાં ભૌતિક સુખની અભિલાષાની મુખ્યતા છે, ત્યાં મોક્ષાર્થી અલ્પ જ હોયને ? જેમ મોટા બજારોમાં રત્નના વ્યાપારી અલ્પ સંખ્યામાં હોય તેમ આત્મસાધકની સંખ્યા પણ અલ્પ હોય છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૮૧ શાંક જોક ઝાંક, જો
છોક,