________________
(૭) વ્યાપ્ય-વ્યાપકતા - આત્મા વ્યાપક છે, તેના જ્ઞાનાદિ ગુણો વ્યાપ્ય
છે. માટે આત્મામાં વ્યાપ્ય-વ્યાપક ભાવ છે. ગ્રાહ્ય-ગ્રાહકતા - સ્વગુણો ગ્રાહ્ય છે, આત્મા ગ્રાહક છે. તેથી આત્મામાં ગ્રાહ્ય-ગ્રાહક ભાવ છે. આ પ્રમાણે સ્વસ્વામિત્વાદિ આત્માના વિશેષ સ્વભાવો પણ જાણી લેવા. સંગ પરિહારથી સ્વામી નિજપદ લહ્યું,
શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું ! જહવિ પર ભાવથી હું ભવોદધિ વસ્યો,
પરતણો સંગ સંસારતાયે ગ્રસ્યો | ૬ | હે સ્વામીનાથ ! પુદ્ગલમાત્રનો સંગ તજીને આપે તો શુદ્ધ આત્મિક આનંદમય નિજપદ પ્રાપ્ત કરી લીધું છે અને હું પરપુદ્ગલ પદાથોંમાં મોહિત બની ચાર ગતિમય સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યો છું . પુદ્ગલનો સંગ કરવાથી જ આ સંસારે (કર્મ) મને પ્રસી-જકડી લીધો છે, આ રીતે આપના અને મારા આત્મા વચ્ચે મહાન અંતર પડી ગયો છે. તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો,
અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો ! જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાભ્યમાં મારું તે નહિ || ૭ |. તો પણ સત્તાગણે - દ્રવ્યાસ્તિક સંગ્રહનાની અપેક્ષાએ વિચારતાં જણાય છે કે મારો આત્મા પણ નિર્મલ છે, કર્મકલંકથી રહિત છે, અસંગ અને અરૂપી છે, જેમ અન્ય કૃષ્ણાદિ પદાર્થોના સંયોગથી સ્ફટિક કાળો દેખાય છે. પણ વાસ્તવમાં તે કાળો નથી, તેમ પરઉપાધિથી – પુદ્ગલ દ્રવ્ય(કર્મ)ના યોગથી દુષ્ટ રાગ-દ્વેષની પરિણતિ થાય છે. આત્મા પરપદાર્થ અને કર્મના કર્તાપણાનું અભિમાન કરે છે પણ તે સર્વ દુષ્ટ ભાવે એ મારા તાદાભ્ય ભાવમાં નથી. આ સર્વ ઉપાધિજન્ય વિભાવે એ મારો નથી, પણ કર્મના સંયોગને આભારી છે. ૧. “Y}¢ SEIQAUSE "a...MD}}ર્ષે:” (જ્ઞાનસાર)
“જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ એ જીવ સ્વભાવ.” એક છોક કોક , છીંક, પરમતત્વની ઉપાસના * ૮૬ .
તિણે પરમાત્મપ્રભુ ભક્તિરંગી થઇ,
શુદ્ધ કારણ રસે તત્ત્વ પરિણતિમયી | આત્મગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભોગી થયે ટલે પરભોગ્યતા || ૮ || આ પ્રમાણે વિભાવ પરિણતિ એ મારા આત્મામાં ઉત્પન્ન થયેલો મૂળ સ્વભાવ નથી માટે તેનું નિવારણ થઇ શકે છે. એમ વિચારી સાધક પરમાત્માની ભક્તિમાં તન્મય થઇ, શુદ્ધ નિમિત્ત કારણરૂપ પરમાત્માના ધ્યાનમાં મગ્ન બની તત્ત્વપરિણતિવાળો બને છે એટલે કે આત્મસ્વભાવ દશામાં મગ્ન બને છે, એ રીતે આત્મસ્વરૂપનો ગ્રાહક અને ભોક્તા બનવાથી પરપુદ્ગલની ગ્રાહકતા અને ભોક્નતાનો ત્યાગ કરે છે. એટલે કે પરપદાર્થને તે ગ્રહણ કરતો નથી કે ભોગવતો નથી. શુદ્ધ નિઃપ્રયાસ નિજભાવ ભોગી યદા,
આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા | એક અસહાય નિસંગ નિર્બદ્ધતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા || ૯ || જ્યારે આત્મા શુદ્ધ નિર્મળ અને પ્રયાસરહિત એવા આત્મસ્વભાવનો ભોક્તા થાય છે ત્યારે આત્મપ્રદેશરૂપ ક્ષેત્રમાં અન્ય કર્મપુદ્ગલો કે રાગદ્વેષાદિ રહી શકતા નથી, અર્થાતુ આત્મસ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે સર્વ આત્મપ્રદેશોમાં સંયોગ સંબંધ રહેલા સર્વ કર્મપુદ્ગલો નાશ પામે છે અને તે વખતે એક અસહાય, નિઃસંગ (કર્મસંગરહિત), નિર્દ (રાગદ્વેષરહિત), ઉત્સર્ગશક્તિ – પરમ આત્મશક્તિ પ્રગટે છે. તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકલ મુજ સંપજે ! તેણે મનમંદિરે ધર્મપ્રભુ થાઇએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઇએ || ૧૦ |. આ રીતે અરિહંત પરમાત્માના આલંબનથી મારું આતમતત્ત્વ પ્રગટ થાય છે, મારી સત્તાગત આત્મલક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમ જાણીને શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૮૭ ક. ક. | ,