________________
સ્પષ્ટ પ્રતીતિરૂપ નિશ્ચય સમ્યકૃત્વ પામે છે. પછી ક્રમશઃ દેશિવરિત, સર્વવિરતિ આદિ ભૂમિકાઓને પ્રાપ્ત કરી, અપ્રમત્ત દશામાં આત્મતત્ત્વનું નિશ્ચલ ધ્યાન ધરી, ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરી અનંત ચતુષ્ટય પ્રગટાવી, સિદ્ધ-બુદ્ધ મહોદય બને છે.
ચિન્તન ઉપયોગી ક્યારે બને ?
સત્શાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમવડે તે રહસ્યો ખુલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે ? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે. અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે. અર્થાત્ અશુભ હો કે શુભ તેને નથી શોક કે નથી હર્ષ. તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદૅષ્ટિ શુષ્ક છે, જે ભવસાગર તરવામાં પ્રયોજનભૂત બનતી નથી.
પરમતત્ત્વની ઉપાસના * ૬૮
(૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન (પંથડો નિહાળું ૨૦... એ દેશી) પૂજના તો કીજે રે બારમા જિન તણી રે,
જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ । પરકૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ | પૂજના૦ || ૧ ||
જેમનો પૂજ્ય પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો છે અને જે પરકૃત - બીજા પાસેથી પૂજા કરાવવાના અર્થી નથી, છતાં સાધકની સિદ્ધતાનાં પરમસાધન છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની પૂજા મુમુક્ષુ આત્માઓએ અવશ્ય કરવી જોઇએ.
રે
દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્તને શુદ્ધ | પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુ પૂજ્ય સ્વયંબુદ્ધ ॥ પૂજના૦ | ૨ || પ્રભુ પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્યપૂજા અને (૨)
ભાવપૂજા.
દ્રવ્યપૂજા જળ, ન્હવણ, વિલેપન આદિ દ્વારા થતી પૂજા તે ભાવપૂજાનું કારણ છે અને તે મન, વચન અને કાયાને સ્થિર બનાવે છે. ભાવપૂજાના પણ બે પ્રકાર : (૧) પ્રશસ્ત ભાવપૂજા અને (૨) શુદ્ધ ભાવપૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવપૂજા કહે છે. ત્રણ પરમતત્ત્વની ઉપાસના * ૬૯
-