________________
હે નાથ ! આપ અવ્યાબાધ સુખાદિ ગુણો વડે (કરણ), સુખાનુભવાદિ (કાર્ય) કરો છો, માટે આપ જ ગુણ-કરણ વડે પરિણામી કાર્યના કર્તા છો. પણ બીજા કોઇ દ્રવ્યમાં કર્તૃત્વ ધર્મ નથી. તેમજ આપ અક્રિય - ગમનક્રિયારહિત, અક્ષય સ્થિતિવાળા, નિષ્કલંક - સર્વ કર્મકલંકરહિત અને અનંત જ્ઞાનાદિ સંપત્તિના સ્વામી છો.
પારિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે । સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસ રે । મુનિ ॥ ૬ ॥ પરમાત્મા પોતાની પૂર્ણપણે પ્રગટેલી પારિણામિક સત્તાના - અનુભવના ભંડાર (ઘર) છે. તેમજ પોતાની સહજ, અકૃત્રિમ (સ્વાભાવિક), સ્વતંત્ર, નિર્વિકલ્પ આત્મસત્તાને નિઃપ્રયાસ - પ્રયત્ન વિના જ અનુભવે છે.
પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે । સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે ।।
મુનિ ॥ ૩ ॥
પરમાત્માની અનંત પ્રભુતાનું સ્મરણ કરવાથી તથા ઉચ્ચ સ્વરે તેમના ગુણસમૂહની સ્તુતિ (ગાન) કરવાથી ભક્તસેવક નિજ સંવર પરિણતિ- સ્વભાવ રમણતારૂપ આત્મસાધનાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ અનાદિની વિભાવ પરિણમતા તજી સ્વભાવમાં મગ્ન બને છે.
પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે । તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે એહ સમાય રે ।।
મુનિ૦ | ૮ | પ્રભુની પ્રગટ પ્રભુતાનું શ્રુત ઉપયોગે ધ્યાન કરવાથી આત્મતત્ત્વનું પણ ધ્યાન થઇ શકે છે અને જ્યારે ધ્યાતા આત્મતત્ત્વના ધ્યાનમાં તન્મય બને
છે, ત્યારે અનુક્રમે નિર્વિકલ્પ સમાધિને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વરે છે. પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે । ‘દેવચંદ્ર’ જિનરાજના, નિત્ય વંદો પય અરવિંદ રે ।
મુનિo || ૯ |
[8] પરમતત્ત્વની ઉપાસના * ૬૬
પરમાત્માની પ્રતિમાનાં દર્શનથી તેમનામાં રહેલી પૂર્ણાનંદમયી પ્રભુતાનો ખ્યાલ આવે છે, એટલે કે ચેતન પરમગુણીનો અનુયાયી બને છે. એ જ આત્મસાધનાનું પ્રધાન અંગ છે. માટે હે ભવ્યજનો ! તમે દેવોમાં ચંદ્ર સમાન દેદીપ્યમાન એવા જિનેશ્વર ભગવંતનાં ચરણકમળમાં સદા નમસ્કાર કરો અને તેમને જ ત્રાણ, શરણ, આધાર અને સર્વસ્વ માની તેમની સેવામાં જ તન્મય - તલ્લીન રહો !
અરિહંતની સેવાથી અવશ્ય પરમસુખની પ્રાપ્તિ થાય છે. અગિયારમા સ્તવનનો સાર :
જિનાગમોમાં વિસ્તૃત રીતે વર્ણવેલાં સિદ્ધ ભગવંતોનાં સ્વરૂપને સંક્ષેપથી સરળ ભાષામાં સમજાવી તેવી સિદ્ધતા પ્રગટાવવાનાં સરળ સચોટ સાધનો અહીં દર્શાવવામાં આવ્યાં છે, તે આ પ્રમાણે છે : (૧) નિત્ય નિયમિત પ્રભુપ્રતિમાનું દર્શન, વંદન અને પૂજન કરવું. સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવનાદિ વડે પ્રભુ ગુણોનું ઉચ્ચ, ગંભીર અને મધુર ધ્વનિએ ગાન કરવું. (ભાષ્ય જાપ).
(૨)
(૩) અરિહંત, અર્હ, નમો અરિહંતાણં આદિ મંત્રોનો ઉપાંશુ અને માનસિક જાપ કરવો.
(૪)
(૫)
અક્ષર, વર્ણ, અર્થ અને પ્રતિમાદિ આલંબન વડે પરમાત્માનું ધ્યાન કરવું. ઉપર બતાવેલાં પ્રત્યેક અનુષ્ઠાન કરતી વેળાએ અરિહંત પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું બહુમાનપૂર્વક સ્મરણ અને ચિંતન કરવું.
(૬) તેમ જ તેવા જ્ઞાનાદિ ગુણો મારી આત્મસત્તામાં પણ પ્રચ્છન્નપણે રહેલા છે, તે સર્વ ગુણો પૂર્ણ પ્રગટરૂપે અનુભવમાં આવે એવી અભિલાષા રુચિ ઉત્પન્ન કરવી.
આ પ્રમાણે સતત ધ્યાનાદિ સાધના કરવામાં તત્પર - તન્મય બનેલા સાધકને અનુક્રમે આત્મતત્ત્વનો (આંશિક) અનુભવ અવશ્ય થાય છે. વિકાસક્રમ :
♦
સાધનના માર્ગે આગળ વધતો સાધક-આત્મા સૌ પ્રથમ સુદેવ, સુગુરુ અને સુધર્મની દૃઢ શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ અને આત્મતત્ત્વની [4] પરમતત્ત્વની ઉપાસના * ૬૭