________________
ભુવનના સ્વામી ભગવાન જ મને પરમ ઇષ્ટ છે, વલ્લભ છે, તે જ પ્રિય લાગે છે. આ પ્રશસ્ત રાગરૂપ ભાવપૂજા છે.
અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુ ગુણ રાગ | સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ || પૂજના૦ || ૩ || પ્રભુનાં અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયોનો મહિમા સાંભળી અતિ આશ્ચર્ય પેદા થાય છે, તથા શુદ્ધ ધર્મની દેશના દ્વારા સર્વ જીવોના મોહાંધકારને દૂર કરી, સર્વ સંદેહોને ટાળી આત્મધર્મની ઓળખાણ કરાવનાર અરિહંત-પ્રભુની અનંત ઉપકારિતા ઉપર અને નિર્મલ કેવલજ્ઞાનાદિ ગુણો ઉપર જે અનુરાગ - અહોભાવ ઉત્પન્ન થાય છે તે પણ પ્રશસ્ત ભાવપૂજા છે. મહાપુણ્યશાળી જિનેશ્વરના ભક્તોનેરાગીઓને પ્રભુભક્તિ આગળ સુરમણિ, ચિંતામણિ, સુરઘટ-કામકુંભ અને સુરતરુ-કલ્પવૃક્ષ પણ તુચ્છ-નિસ્સાર લાગે છે.
હવે પછીની બે ગાથામાં શુદ્ધ ભાવપૂજાનું સ્વરૂપ બતાવે છે. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન । શુદ્ધ સ્વરુપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન ॥
પૂજના૦ || ૪ ||
પોતાનાં ક્ષયોપશમભાવે પ્રગટેલાં સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિ ગુણોને પરમાત્મપ્રભુની પરમ પ્રભુતામાં લયલીન બનાવવા, શુદ્ધ સ્વરૂપી પરમાત્માનાં સ્વરૂપમાં તન્મય થઇ અનુભવ અમૃતના આસ્વાદથી આત્માને પુષ્ટ બનાવવો તે શુદ્ધ ભાવપૂજા છે.
શુદ્ધ તત્ત્વરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ । આત્માલંબી નિજગુણ સાધતો રે, પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ ॥ પૂજના૦ || ૫ || શુદ્ધતત્ત્વ શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના ધ્યાનસુધા૨સના રંગથી જ્યારે ચેતના રંગાય છે ત્યારે તે આત્મસ્વભાવને પામે છે. આ રીતે પ્રભુના આલંબને સ્વરૂપાલંબી બનેલો આત્મા આત્મગુણોને સાધતો અનુક્રમે પોતાના પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે છે. તો પરમતત્ત્વની ઉપાસના * ૭૦ િ
આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધ નિજ ધન ન દીએ પણ આશ્રિત લહે રે, અક્ષય અક્ષર ઋદ્ધિ ।
પૂજના૦ || ૬ ||
હે પરમાત્મા ! આપ અન્ય જીવોના મોક્ષના કર્તા નથી, છતાં આપની સેવાથી સેવક પૂર્ણ સિદ્ધતા પામે છે. આપ પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઇને આપતા નથી તો પણ આપનો આશ્રિત-ભક્ત કદી નાશ ન પામે તેવી અક્ષય અક્ષર એવી આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ । પરમાનંદ વિલાસી અનુભવે રે, ‘દેવચંદ્ર’ પદ વ્યક્તિ ॥ પૂજના૦ || ૭ || ખરેખર ! પરમાર્થ દષ્ટિએ વિચારતાં જિનેશ્વર પરમાત્માની પૂજા તે સ્વઆત્માની જ પૂજા છે; કારણ કે જેમ જેમ સાધક પ્રભુપૂજામાં તન્મય બને છે, તેમ તેમ તેની અન્વયશક્તિ સહજ-સ્વાભાવિક અનંત આત્મશક્તિ પ્રગટે છે. આત્મા પરમાનંદનો વિલાસી બની દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ સિદ્ધપદને પ્રગટાવી તેનો સાક્ષાત્ અનુભવ કરે છે. બારમા સ્તવનનો સાર :
અરિહંત પરમાત્માઓ કે સિદ્ધ ભગવંતો વીતરાગ હોવાથી ભક્તિથી પ્રસન્ન થતા નથી, તેમ જ અભક્તિથી નારાજ થતા નથી; તો તેમની પૂજા કરવાથી ભક્તને લાભ શું ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ રીતે અહીં કરવામાં આવ્યું છે.
પરમાત્મા પોતે કૃતકૃત્ય હોવાથી પરકૃત પૂજાની તેઓને કોઇ અપેક્ષા કે આવશ્યકતા નથી, પરંતુ સાધકને સિદ્ધતારૂપ સાધ્યસિદ્ધ કરવા માટે પ્રભુપૂજા અતિ આવશ્યક છે-અનિવાર્ય છે.
પૂજ્યની પૂજા વિના પૂજ્યપદ પ્રાપ્ત થતું નથી. માટે જે ભવ્યાત્માને પોતાનો પરમશુદ્ધ સ્વભાવ પ્રગટાવવો હોય તેમણે પરમપૂજ્ય પરમાત્માની પૂજા કરવી જ જોઇએ !
જિનપૂજા એ સંવર છે અને એ હિંસાદિ આશ્રવદ્વારોને રોકવાનું પરમ સાધન છે. જિનપૂજા એ અશુભ કર્મના કચરાને સાફ કરી નાખે છે અને પુણ્યાનુબંધી પુણ્યથી આત્માને પરિપુષ્ટ કરે છે. પરમતત્ત્વની ઉપાસના * ૭૧ મા
તો