________________
કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી | આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃત્તિ નિઃસર્ગેજી |
શ્રી || ૯ | પ્રસ્તુત વિષયમાં કારણભાવ એટલે અરિહંતસેવા એ આત્મસાધનાનું મુખ્ય કારણ હોવાથી તેને અપવાદ ભાવસેવા કહેવાય છે અને શ્રી અરિહંતની સેવાથી જે સ્વગુણ નિષ્પત્તિ-ઉત્પત્તિરૂપ કાર્ય થાય છે તે ઉત્સર્ગ ભાવસેવા છે. આ રીતે કારણ-કાર્ય-ભાવનો સંબંધ જાણવો. ઉત્સર્ગ એટલે પૂર્ણ નિર્મળ, નિર્દોષ ભાવ. તેનો અર્થ અહીં આત્મભાવ લેવાનો છે અને વંદન-પૂજનાદિની બાહ્યપ્રવૃત્તિ એ દ્રવ્યસેવા છે.
કારણ ભાવ પરંપરા સેવન, પ્રગટે કારજ ભાવોજી | કારજ સિદ્ધ કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી |.
શ્રી || ૧૦ |. શ્રી અરિહંત પરમાત્માની ભાવસેવારૂપ જે કારણભાવ છે, તેની સેવા કરવાથી ઉત્સર્ગ-આત્મસ્વભાવરૂપ કાર્ય પ્રગટે છે. અને જ્યારે શુદ્ધ - સિદ્ધતારૂપ કાર્ય પૂર્ણ સિદ્ધ થાય છે ત્યારે કારણતાનો વ્યય-નાશ થઇ જાય છે. તે સમયે માત્ર શુદ્ધ પારિણામિક ભાવ જ શેષ રહે છે જે આત્માનો મૂળભૂત સ્વભાવ છે.
પરમગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી | શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી |
શ્રી || ૧૧ // પરમગુણી શ્રી અરિહંત પરમાત્માની સેવામાં તન્મય બનીને જે સાધક આત્મા આત્મસ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરે છે તે પૂર્ણ શુદ્ધ આત્માના અનુભવનું આસ્વાદન કરીને, દેવોમાં ચંદ્ર સમાન નિર્મળએવા અરિહંતપદને પ્રાપ્ત કરે છે. જે આઠમાં સ્તવનનો સાર :
શ્રી અરિહંત પરમાત્માની સેવા એ મોક્ષપ્રાપ્તિનો પ્રધાન હેતુ છે, આ વાતને શાસ્ત્રીય પદ્ધતિએ, નયવાદની અપેક્ષાએ સ્વ-પર રીતે સ્તવનકાર શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ સમજાવે છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૪૮ ક. ૪, +
નૈગમાદિ સાતે નયો વસ્તુના ઉત્તરોત્તર વિશુદ્ધ સ્વરૂપને જણાવનારા છે. શ્રી અરિહંતસેવા અને તેનાથી પ્રગટ થતી આત્મવિશુદ્ધિ દ્વારા અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધક અરિહંતના ધ્યાનમાં જેટલો વધુ મગ્ન બને છે, તેટલી તેની આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે.
શ્રી અરિહંતનું દર્શન, વંદન, પૂજન, સ્તવને એ ભાવસેવાનું કારણ છે માટે તેને દ્રવ્યસેવા કહેવાય છે.
શ્રી અરિહંત સાથે તન્મય બનવાની ઇચ્છાપૂર્વક કરાતી દ્રવ્યપૂજા એ આત્માના વીર્યને - આત્મશક્તિને ઉલ્લસિત કરે છે અને તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તલ્લીનતા પ્રાપ્ત થતાં અપૂર્વ આત્મશુદ્ધિ થાય છે.
શ્રી અરિહંત પ્રભુના ધ્યાનાદિથી પ્રગટતી આત્મશુદ્ધિનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ૧૪ ગુણસ્થાનક, ૮ યોગદૃષ્ટિ, પ અધ્યાત્મ વગેરે યોગ આદિની અપેક્ષાએ વિવિધ રીતે કરવામાં આવેલ છે.
પ્રસ્તુતમાં અપવાદ ભાવસેવા અને ઉત્સર્ગ ભાવસેવાનું વર્ણન સાતનયની અપેક્ષાએ ‘બૃહત્કલ્પભાષ્ય'ના આધારે કરવામાં આવ્યું છે અને તે આત્માની ઉત્તરોત્તર પ્રકર્ષ પામતી વિશુદ્ધિને બતાવે છે.
નૈગમનયે અપવાદ ભાવસેવાનો પ્રારંભ અપુનબંધક અવસ્થા (માર્થાનુસારી અવસ્થા)થી થઇ જાય છે, ત્યાર બાદ સાધકની આત્મવિશુદ્ધિ મિત્રા, તારા, બલા અને દીપ્રાદેષ્ટિના ક્રમે ક્રમશઃ વિકસિત બનતી જાય છે..
મંદ મિથ્યાત્વ દશામાં પણ ઉપચારથી ઇચ્છાયોગ અને અધ્યાત્મયોગ હોઇ શકે છે, કારણ કે ત્યાં પણ પરમાત્મ-ગુણોનું સ્મરણચિંતન આદિ હોય છે.
સંગ્રહનયે અપવાદ ભાવસેવાનો પ્રારંભ દીપ્રાદેષ્ટિથી થવા સંભવ છે. પછી અનુક્રમે વિશુદ્ધિ વધતાં સમ્યગ્દર્શન અને દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. આ ભૂમિકામાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો સ્થિરાદેષ્ટિ પણ હોઇ શકે છે. અહીં પરમાત્માની શુદ્ધ સ્વભાવ દશાના સ્મરણ-ચિંતન અને ધ્યાન સાથે સાધક પોતાની આત્મસત્તાને પ્રભુની શુદ્ધસત્તા સાથે સરખાવે ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૪૯ શe we what we ee,