________________
(૩) સાધક જ્યારે શ્રી અરિહંત પરમાત્માની કેળળજ્ઞાનાદિ ગુણસંપત્તિના અને આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય તથા પાંત્રીસ ગુણયુક્ત વાણી વગેરે ઉપકારસંપદાના સતત સ્મરણ સાથે પ્રભુની પ્રભુતા, સર્વોત્તમતા વગેરેનો વિચાર કરી પ્રભુભક્તિમાં પોતાનો ભાવોલ્લાસ વધારે છે, અને તેના દ્વારા પ્રભુના ગુણોમાં રમણતાતન્મયતા પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકના જે ક્ષાયોપશમિક જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ પ્રભુના ગુણોને અનુસરનારી બને છે, તે વ્યવહારનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૪) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનું આલંબન લઇને સ્વઆત્માના અંતરંગ પરિણામરૂપ ક્ષાયોપમિક રત્નત્રયીમાં તન્મય બનવું, એટલે કે આત્મસ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું તે ઋજુસૂત્રનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
શબ્દે શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી | બીય શુક્લ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી ॥
શ્રી૦ | ૫ ||
(૫) શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્યના આલંબન વડે પૃથવિતર્કસપ્રવિચારરૂપ શુક્લ ધ્યાન (પ્રથમ પ્રકાર) ધ્યાવવું તે શબ્દનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૬) દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરવો તે સમભિરૂઢનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૭) બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને (શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર) એટલે કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવી તે એવંભૂતનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
ઉત્સર્ગે સમકિત ગુણ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અંશેજી । સંગ્રહ આતમ-સત્તાલંબી, મુનિષદ ભાવ પ્રશંસેજી ॥
શ્રી || ૬ ||
(૧) જ્યારે તત્ત્વનિર્ધારરૂપ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પૂર્ણ પ્રભુતાનો એક અંશ પ્રગટ થાય છે, તેથી આત્માનું એક અંશે કાર્ય સફળ થયું ગણાય છે, તે નૈગમનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
[8] પરમતત્ત્વની ઉપાસના × ૪૬
(૨) સમ્યક્ત્વપ્રાપ્તિ બાદ જયારે ભાવમુનિપદને પામી, આત્મસત્તાનું ભાસન, રમણ અને તેમાં તન્મયતા થાય છે ત્યારે ઉપાદાનનું સ્મરણ જાગ્રત થવાથી આત્મા સ્વસત્તાવલંબી બને છે, તે સંગ્રહનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૩) અપ્રમત્તદશા પ્રાપ્ત થતાં જ્યારે આત્માની ગ્રાહકતા, વ્યાપકતા, ભોક્તતા, કર્તૃતા આદિ સર્વશક્તિઓ, આત્મસ્વરૂપમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અંતરંગ વ્યવહાર વસ્તુસ્વરૂપની અપેક્ષાએ થાય છે. આ અવસ્થા વ્યવહારનયે ઉત્સર્ગ ભાવસેવા છે. આ મુનિપદનો ભાવ અતિશય પ્રશંસનીય છે.
ઋજુસૂત્ર જે શ્રેણિ પદસ્થે, આત્મશક્તિ પ્રકાશેજી | યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી ||
શ્રી || ૭ || (૪) ક્ષપક શ્રેણીમાં જે આત્મશક્તિઓ પ્રગટ થાય છે તે
ઋજુસૂત્રનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૫) યથાખ્યાત ક્ષાયિક ચારિત્રનું પ્રગટીકરણ થતાં જે શુદ્ધ અકષાયી આત્મધર્મ ઉલ્લસિત થાય છે, તે શબ્દનયે ઉત્સર્ગ ભાવસેવા છે. ભાવ સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગનય જાણોજી | સાધનતાએ નિજગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણોજી ॥ શ્રી૦ | ૮ |
(૬) સર્વ ઘાતી કર્મોને ખપાવી, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યને પ્રગટ કરવું અર્થાત્ તેરમા સયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત થવું તે સમભિરૂઢનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૭) શૈલેશીકરણ કરી, આત્મા, અયોગી ગુણસ્થાનક પામે તે એવંભૂતનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
આ પ્રમાણે શ્રી અરિહંત પરમાત્માની સેવારૂપ સાધના એ અપવાદ ભાવસેવા અને તે સાધના દ્વારા જે આત્મગુણોનું પ્રગટીકરણ થાય છે તે ઉત્સર્ગ ભાવસેવા છે. કેમકે અપ્રગટ આત્મગુણોને પ્રગટ કરવામાં તે કારણભૂત છે.
પરમતત્ત્વની ઉપાસના * ૪૭