________________
જીવ નવિ પુદ્ગલી, નૈવ પુદ્ગલ કદા,
પુગ્ગલાધાર નાહી તાસ રંગી ! પર તણો ઇશ નહીં, અપર ઐશ્વર્યતા,
વસ્તુ ધર્મે કદા ન પસંગી // અહો || ૬ ||. જીવ એ પુદ્ગલ નથી, અનંતકાળથી તે પુદ્ગલ સાથે રહેવા છતાં, પુદ્ગલરૂપ કદાપિ બન્યો નથી, પુદ્ગલોનો એ આધાર પણ નથી, તેમ જ (વસુસ્વરૂપે) એ પુદ્ગલનો રંગી – અનુરાગી પણ નથી, તથા પરભાવ રૂપ આ શરીર, ધન, ગૃહાદિનો સ્વામી પણ નથી, તથા જીવની ઐશ્વર્યતા પરપદાર્થોને લઇને નથી, તેમજ વસ્તુસ્વરૂપે જીવે પરભાવનો સંગી પણ નથી, જીવ દ્રવ્યનો સત્તાધર્મ આવા જ પ્રકારનો છે. સંગ્રહે નહીં આપે નહીં પરભણી,
નવિ કરે આદરે ન પર રાખે ! શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિક,
તેહ પરભાવને કેમ ચાખે / અહો / ૭ II જે પર પુગલ વસ્તુનો સંગ્રહ ન કરે, અન્યને આપે પણ નહિ, પરવસ્તુને કરે નહિ, આદરે નહિ અને રાખે પણ નહિ, તથા જેઓ શુદ્ધ Dાવાદમય આત્મ-સ્વભાવના ભોગી છે તેઓ પરભાવનું આસ્વાદન કેમ કરે ? અર્થાતુ ન જ કરે...!
તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઊપજે રુચિ તેણે તત્ત્વ ઇહે . તત્ત્વરંગી થયો દોષથી ઊભગ્યો, દોષ ત્યાગે ટલે તત્ત્વ લીધે /
અહo || ૮ ||. હે પ્રભો ! આપની પૂર્ણ - શુદ્ધ સ્વભાવ દશાનું જ્ઞાન થતાં, ભવ્યાત્માને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, અને પોતાની પણ તેવી શુદ્ધ દશાને પ્રગટાવવાની રુચિ જાગે છે, ત્યારે મોક્ષરુચિ જીવને તત્ત્વ પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે, પછી જેમ જેમ તત્ત્વની ઇચ્છા પ્રબળ બનતી જાય છે અને જેમ જેમ તત્ત્વરંગ જામતો જાય છે, તેમ તેમ હિંસા અને રાગાદિ દોષોની નિવૃત્તિ થતી જાય છે અને દોષોની નિવૃત્તિ થતાં તે જીવનું આત્મસ્વભાવમાં પરિણમન - રમણ થાય છે. શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * ૩૨ શe , share with
શુદ્ધ મા વધ્યો, સાધ્ય સાધન સધ્ધો,
સ્વામી પ્રતિ છંદે સત્તા આરાધે ! આત્મ નિષ્પત્તિ તેમ સાધના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે || અહો || ૯ || પૂર્વોક્ત રીતે શુદ્ધ સાધ્યના પ્રધાન સાધનભૂત ‘સ્વભાવરમણતા'ના શુદ્ધ માર્ગે આગળ વધતો સાધક શ્રી સુમતિનાથ ભગવાનના જેવી જ પોતાની આત્મસત્તાને પ્રગટ કરે છે. જ્યારે આત્મા સંપૂર્ણ શુદ્ધ સમાધિ અવસ્થાને પામી, સિદ્ધપદને વરે છે, ત્યારે સાધનનું કાર્ય પૂર્ણ થઇ જવાથી સાધના વિરામ પામે છે.
માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તુંહી સાચો ! દેવચંદ્ર સ્તવ્યો, મુનિ ગણે અનુભવ્યો,
તત્ત્વ ભક્ત ભવિક સકલ રાચો ! અહોવ | ૧૦ || હે પ્રભો ! મારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા માટે આપ જ પ્રધાન હેતુ છો, દેવેન્દ્રો એ પણ આપની સ્તુતિ કરી છે, નિગ્રંથ મુનિઓએ આપનો સાક્ષાત્કાર - સાક્ષાત્ અનુભવ કર્યો છે અને ભવ્યાત્માઓને ઉદ્દેશીને કહ્યું છે કે, હે ભવ્યજનો ! તમે પણ તે પ્રભુની ભક્તિમાં તત્પર બનો, એ જ પરમતત્ત્વ છે...! જે પાંચમાં સ્તવનનો સાર :
આ સ્તવનમાં પરમાત્માની સ્યાદ્વાદમથી શુદ્ધ સ્વભાવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે તે જાણવાથી ચતુર પુરુષોના ચિત્તમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
પરમાત્મા સ્વગુણ-પર્યાયમાં જ રમણતા કરનાર છે, શુદ્ધ આત્મદ્રવ્યની શુદ્ધતાનું આ જ લક્ષણ છે.
ગુણ-પર્યાયના આશ્રયને દ્રવ્ય કહેવાય છે, જે એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ કહેવાય છે; ગુણ સહભાવી હોય છે; જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે; અને જે દ્રવ્ય-ગુણે ઉભયને આશ્રિત હોય, તે પર્યાય કહેવાય છે. પર્યાય ક્રમભાવી હોય છે. જેમ દ્રવ્યપર્યાય, ગુણપર્યાય ઇત્યાદિ. તેમ જ જીવદ્રવ્યના નારકત્વાદિ, દેવત્વાદિ પર્યાયો અને જ્ઞાનગુણના અતીત, વર્તમાન આદિ પર્યાયો. કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૩૩ શl the . જો કે જો