________________
નાશ થાય છે, એ અનિત્યતા છે; અને જ્ઞાનપણે એ ધ્રુવ રહે છે, એ નિત્યતા છે.
- જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે, એ અનેકતા છે અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે એ એકતા છે.
આપ સદા આત્મભાવમાં રહો છો એ અસ્તિધર્મ છે, પરભવને કદી ગ્રહણ કરતા નથી એ નાસ્તિધર્મ છે; અર્થાતુ આપમાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિતા છે, અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નાસ્તિતા પણ રહેલી છે.
લોકાકાશના પ્રદેશો જેટલા આપના (અસંખ્ય) આત્મપ્રદેશો છે, તેની અપેક્ષાએ અવયવતા હોવા છતાં તે પ્રદેશો કદી પણ આપનાથી જુદા થતા નથી, તેથી આપ અખંડ છો. આ અદ્ભુત આશ્ચર્ય છે !
કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ, કાર્યભેદે કરે પણ અભેદી કતા પરિણમે નવ્યતા નવિ રમે, સકલ વેત્તા થકો પણ અવેદી II
અહો // ૩ // પ્રભુ ! આપના ઉપાદાનકારણરૂપ જ્ઞાનાદિ સર્વ ગુણો પોતપોતાના કાર્ય (જ્ઞપ્તિ આદિ) રૂપે પરિણમે છે, તેથી ઉત્પાદ તેમજ વ્યય ધર્મ છે, અને તેઓનો અભાવ કદી થતો નથી, એ ધ્રુવ ધર્મ છે.
જ્ઞાન ગુણ જાણવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું એમ આપના સર્વ ગુણો પોતપોતાનાં ભિન્ન ભિન્ન કાર્યને કરે છે એ ભેદ સ્વભાવ છે એમ કાર્યભેદે અનેકતા છે, એ બધા ગુણોમાં કાર્યભેદ હોવા છતાં તે ગુણો આત્માથી જુદા થતા નથી એથી અભેદ રૂપ છે. તે એકતા છે. હે પ્રભુ ! આપ કર્યા હોવાથી પ્રતિસમયે પોતાના કાર્યમાં પરિણમો છો, છતાં કોઇ નવીનતા પામતા નથી, પ્રતિસમયે ગુણ પર્યાયરૂપ કાર્યને કરો છો છતાં અસ્તિ ધર્મ તો કાયમ રહે છે.
તેમજ પ્રભુ સર્વ દ્રવ્યના ગુણ-પર્યાયોના તથા ભૂત-ભવિષ્યવર્તમાન આદિ કાળના વેત્તા (જ્ઞાતા) છે, છતાં તેઓ ત્રણે વેદથી રહિત હોવાથી અવેદી છે એ વિસ્મયકારક બીના છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૩૦ ક. ૪, + 9
શુદ્ધતા, બુદ્ધતા, દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભોગી અયોગી ! સ્વપર ઉપયોગી તાદાભ્ય સત્તા રસી,
શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી / અહો || ૪ | હે પ્રભુ ! સર્વ પુદ્ગલોના સંગથી રહિત આપની શુદ્ધતા છે, કેવલજ્ઞાનદર્શનરૂપ બુદ્ધતા છે, પોતાના સ્વરૂપમાં રમણ કરતા હોવાથી આપ દેવ છો, જ્ઞાનાવરણીયાદિ કમોંથી રહિત આપનું પરમાત્મપણું છે, તેમ જ આપ સહજ નિજ સ્વભાવના ભોગી છો, છતાં અયોગી – મન, વચન અને કાયાના યોગથી રહિત છો. સ્વ-આત્મા અને પર-પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોના ઉપયોગી - જ્ઞાતા અને દૃષ્ટા હોવા છતાં, તાદાભ્ય ભાવે રહેલી શુદ્ધ શ્રદ્ધાના જ આપ રસિયા છો.
હે પ્રભો ! આપમાં પૂર્ણપણે પ્રગટેલી કતૃત્વ-ભોસ્તૃત્વ આદિ સર્વ શક્તિઓ સ્વ-સ્વ કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં આપ અપ્રયોગી છો, અર્થાત્ એ શક્તિઓને પ્રવર્તાવવા માટે આપને કોઇ પ્રયોગ - પ્રયાસ કરવો પડતો નથી, સ્વતઃ એ શક્તિઓનું પ્રવર્તન થયા કરે છે. આ પણ એક આશ્ચર્ય જ છે ! વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી,
એટલે કોઇ પ્રભુતા ન પામે છે કરે, જાણે, રમે, અનુભવે તે પ્રભુ,
તત્ત્વ સામિત્વ શુચિ તત્ત્વ ધામે અહો | ૫ || આ રીતે, નિત્યાનિત્ય ધર્મવાળા સર્વ દ્રવ્ય પોતાની પરિણતિમાં (સ્વધર્મમાં) પરિણમતાં હોવાથી પરિણામી છે, પરંતુ એટલા માત્રથી તે સર્વ દ્રવ્યો પ્રભુતા - મહાનતા પામી શકતાં નથી.
પરંતુ જે પોતાના સ્વભાવનો કર્તા હોય, વસ્તુમાત્રાનો જ્ઞાતા હોય, સ્વગુણોમાં રમણ કરનારો હોય, આત્મસ્વભાવનો અનુભવ કરનારો હોય તેમ જ વસ્તુસ્વભાવનો સ્વામી હોય તથા શુદ્ધ સિદ્ધતાનું ધામ હોય તે પ્રભુ - પરમેશ્વર કહેવાય છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૩૧ શ ક " , " ,