________________
પરમાત્મા સ્વગુણ-પર્યાયરૂપ ભોગ્ય પદાર્થોના જ ભોક્તા છે. પુદ્ગલનાં વર્ણ, ગંધ, રસ, સ્પશદિને ભોગવવા માટે કામના-ઇચ્છા કરવી પડે છે, પરંતુ સ્વપ્રદેશોમાં પ્રગટેલા અનંત ગુણપર્યાયને ભોગવવા માટે કોઇ અભિલાષા કરવી પડતી નથી. એથી જ પ્રભુ ભોગી છતાં પણ અકામી છે. પરમાત્માની શુદ્ધતા, નિત્યાનિત્યતા, ભેદભેદતા, એકાએકતા, અસ્તિતા-નાસ્તિતા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે :
નિત્યાનિત્યપણું : સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય છે, તેથી નિત્યાનિત્ય છે. જે દ્રવ્યનું ષડ્રગુણ-હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ પર્યાયનું ચક્ર એકત્ર જલાવર્તની જેમ વર્તે છે – ફરે છે, તે એકદ્રવ્ય અને જેનું ચક્ર જુદું જુદું ભિન્ન-ભિન્ન હોય, તે સર્વે જુદા જુદા દ્રવ્ય કહેવાય છે, જેમ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ એક એક દ્રવ્ય છે, જયારે જીવ અને પુદ્ગલ અનંતા છે.
શુદ્ધ આત્મદ્રવ્યનું નિત્યાનિત્યપણું આ પ્રમાણે છે- અભિનવ પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ અનિત્યતા છે અને તે અગુરુલઘુ આદિ પર્યાયની અપેક્ષાએ સમજવી, જેમ કે આત્માના એક પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય અનંત ગુણ છે, બીજા પ્રદેશમાં તેથી અનંતભાગહીન છે, ત્રીજી પ્રદેશમાં તેથી પણ અસંખ્યાતગુણા વધારે છે, ઇત્યાદિ; તથા એ પર્યાયની હાનિ-વૃદ્ધિમાં પ્રતિ સમય પરાવર્તન થયા કરે છે, જે પ્રદેશોમાં અનંત ગુણ હોય છે, તે જ પ્રદેશોમાં અસંખ્યાત ગુણ પણ હોય છે; તે રીતે પ્રદેશમાં અનંત ગુણનો વ્યય અને અસંખ્યાત ગુણનો ઉત્પાદ થયો, એ અનિત્યતા છે. પર્યાયની હાનિ-વૃદ્ધિ થવા છતાં અગુરુલઘુ રૂપે એ સદા વિદ્યમાન - ધ્રુવ હોય છે, એ નિત્યતા છે.
- જ્ઞાનગુણમાં પણ આ રીતે નિત્યનિયતા ઘટે છે. જેમ કે કોઈ એક વિવક્ષિત સમયે જેને વર્તમાનરૂપે જાણે છે તેને જ બીજા સમયે અતીતરૂપે જાણે છે, તેમાં અતીત (ભૂત) રૂપે ઉત્પાદ અને વર્તમાનરૂપે નાશ થાય છે, દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણોની પ્રવૃત્તિ પણ આ રીતે જ થાય છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૩૪ ] , .else.es
કાર્યકારણની અપેક્ષાએ નિત્યાનિત્યપણું : જ્ઞાનગુણ જયારે જાણવા રૂપે પ્રવર્તે છે, ત્યારે એ ઉપાદાન કારણ છે, અને સર્વનું જ્ઞાન કરવું - જાણવું એ તેનું કાર્ય છે. એક જ સમયમાં જ્ઞાનરૂપ કારણ એ જ્ઞપ્તિરૂપ કાર્યપણે પરિણમે છે, તેથી કાર્યરૂપે ઉત્પાદ અને કારણરૂપે વ્યય થયો, આ તેની અનિત્યતા છે અને જ્ઞાનગુણરૂપે તે ધ્રુવ રહે છે, એ નિત્યતા છે.
એકતા-અનેકતા : જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, અરૂપી, અવ્યાબાધસુખ વગેરે અનંતાગુણો જુદા જુદા છે, તેથી અનેકતા અને તે અનંત ગુણપર્યાયનો સમુદાયરૂપ આત્મા એક છે, તેથી એકતા.
કાર્યની અપેક્ષાએ પણ ભેદભેદપણું : જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું - રમણતાનું કાર્ય કરે છે. આ રીતે સર્વ ગુણો સ્વ-સ્વકાર્યના કરનારા હોવાથી આત્મામાં ભેદ-સ્વભાવ છે. પરંતુ આત્મદ્રવ્યમાંથી કોઇ પણ ગુણ જુદો પડતો નથી, માટે અભેદ સ્વભાવે પણ છે.
અસ્તિત્વ-નાસ્તિત્વ : આત્મામાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે અસ્તિપણું છે, અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે નાસ્તિપણું છે; અથતું આત્માના જ્ઞાનાદિ ગુણોનો અખિસ્વભાવ કદી પણ ચાલ્યો જતો નથી. તથા એ આત્મા પરભાવરૂપે પણ કદી પરિણમતો નથી.
સાવયવતા અને નિરવયવતા : લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા આત્માના પ્રદેશો છે; અર્થાત્ આત્માની અસંખ્ય પ્રદેશોરૂપ “સાવયવતા’ છે; પરંતુ તે પ્રદેશો પરસ્પર શૃંખલાની જેમ જોડાયેલા છે, કદી પણ તે જુદા પડતા નથી તેથી તેની અખંડ-નિરવયવતા છે.
કતા : પરમાત્મા જ્ઞાનાદિ કાર્યના કર્તા હોવાથી કતારૂપે પરિણમે છે, છતાં કંઇ પણ નવીનતા પામતા નથી, અર્થાતુ અસ્તિસ્વભાવ તેનો તે જ કાયમ રહે છે.
આ પ્રમાણે સર્વપરભાવથી રહિત અને સ્યાદ્વાદમથી શુદ્ધતાના ભોગી પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી સાધક તત્ત્વરુચિવાળો બને છે અને અનુક્રમે તત્ત્વરમણતા પ્રાપ્ત કરીને તે પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે...!
મુક કક જ . જો
, પરમતત્વની ઉપાસના * ૩૫ કિ. જો
, જો
કે જો