________________
હે પ્રભુ ! આપના દર્શનથી આરોપિત સુખનો ભ્રમ દૂર થઇ ગયો, અવ્યાબાધ સુખનું ભાસન-જ્ઞાન થયું, એ જ સુખની અભિલાષા પ્રગટી, અને તેનું સતત સ્મરણ કરી તે જ સુખનો કર્તા બન્યો, તેને જ સાધ્ય માની તેનાં સાધનોમાં તત્પર બન્યો. એથી આગળ વધીને હે પ્રભુ ! આપના દર્શનથી સ્વભાવની ગ્રાહકતા, સ્વામીપણું, વ્યાપકતા, ભોક્તતા, કારણતા અને કાર્યતાનું ભાન થયું છે તથા આત્મસત્તાનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા થયાં છે, તેમ જ દાનાદિક ગુણ આત્મસત્તાના રસિક બન્યા છે.
તિર્ણ નિર્ધામક માહણો રે, વૈદ્ય ગોપ આધાર |
‘‘દેવચંદ્ર” સુખ સાગરું રે, ભાવધર્મ દાતાર ॥ અજિત૦ | ૧૦ ॥ તેથી હે પરમાત્મા ! આપ નિર્યામક (સુકાની) છો, માહણ (અહિંસક) છો, વૈદ્ય છો, ગોપ (રક્ષક) છો, આધાર છો અને સુખના સાગર છો. દેવોમાં ચંદ્ર સમાન છો તથા આપ જ ભાવધર્મ (સમ્યગ્દર્શનાદિ)ના દાતાર છો, એવો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે.
બીજા સ્તવનનો સાર :
આ સ્તવનમાં કારણ-કાર્યભાવની વ્યવસ્થાનું સુંદર શૈલીથી વર્ણન કરી, ઉપાદાનકારણ કરતાં પણ નિમિત્તકારણની પ્રધાનતા ઉપર અધિક ભાર મૂક્યો છે.
કોઇ પણ કાર્યની ઉત્પત્તિ તેનાં કારણ અને કારણ-સામગ્રી મળવાથી કર્તાના પ્રયોગ દ્વારા થાય છે : જેમ કે ઘટરૂપ કાર્યમાં માટી ઉપાદાનકારણ છે, દંડ - ચક્રાદિ નિમિત્તકારણ છે અને કુંભાર કર્તા છે.
કાર્યની નિષ્પત્તિ (સિદ્ધિ) કર્તાને આધીન હોય છે. જો કુંભાર દંડનો ઘટરૂપ કાર્ય કરવામાં પ્રયોગ કરે, તો ટરૂપ કાર્યની સિદ્ધિ થઇ શકે છે; પરંતુ તે જ દંડથી જો ઘટનો ધ્વંસ કરવા ઇચ્છે, તો તે જ દંડથી ઘટનો ધ્વંસ પણ થઇ શકે છે; માટે કાર્યની સિદ્ધિ કર્તાને આધીન હોયછે. (૧) ઉપાદાનકારણ=જે કારણ કાર્યરૂપે અભિન્નપણે પરિણમે છે તે. (૨) નિમિત્તકારણ=જે કારણ કર્તાના પ્રયોગ દ્વારા કાર્યોત્પત્તિમાં સહકારી બને છે તે.
પરમતત્ત્વની ઉપાસના * ૧૨
અહીં ઘટરૂપ કાર્ય તે ઘટના કર્તા (કુંભાર)થી ભિન્ન છે; તેથી ઘટનો કર્તા પણ તે ઘટથી ભિન્ન છે; પરંતુ જો ઉપાદાન - કારણ અને કર્તા એક જ હોય તો એ કાર્ય પણ કર્તાથી અભિન્ન હોય છે. એથી જ સિદ્ધતારૂપ - મોક્ષરૂપ કાર્યનો કર્તા અને તેનું ઉપાદાનકારણ આત્મા એક જ હોવાથી તે સિદ્ધતા - તે મોક્ષરૂપ કાર્ય આત્માથી અભિન્ન છે; અને તેનો કર્તા આત્મા પણ સિદ્ધતાથી અભિન્ન છે. અર્થાત્ મોક્ષરૂપ કાર્યનો કર્તા આપણો આત્મા છે; અને ઉપાદાનકારણ પણ આપણા આત્માના જ્ઞાનાદિ ગુણો છે; નિમિત્તકારણ દેવાધિદેવ પરમાત્મા છે, અને આર્યદેશ, ઉત્તમકુલ આદિ તેની સામગ્રી છે.
મોક્ષરૂપી કાર્યનાં પુષ્ટનિમિત્ત - કારણરૂપ શ્રી અરિહંત પરમાત્માના યોગથી જીવને મોક્ષરુચિ ઉત્પન્ન થાય છે; એટલે કે પ્રભુની પૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્યજીવને પણ તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુને જોતાં જ તેનું હૈયું આનંદથી પુલકિત બની જાય છે, અને ભવભીરુ સાધક ભક્તિપૂર્ણ હૃદયથી કરુણાસિંધુ પરમાત્માની આગળ સદા પ્રાર્થના પોકારતો રહે છે કે હે દીનદયાળુ કૃપાસિન્ધુ પ્રભુ ! આ સંસારસાગરથી મારો નિસ્તાર કરો, મુજ દીનને ભીષણ ભવભ્રમણથી ઉગારો ! આપ જ મારા તારક છો, આપ વિના મુજ અનાથને પાર ઉતારવા માટે અન્ય કોઇ સમર્થ નથી, આપ જ મારા સમર્થ સ્વામી છો, મારી જ્ઞાનાદિ ગુણસંપદાને પ્રાપ્ત કરાવનાર એક આપ જ પુષ્ટનિમિત્તે છો.
હે પ્રભુ ! આપની પાસેથી જ મને મહાન આધ્યાત્મિક સંપત્તિ મળવાની છે, આપના દ્વારા જ મને અલૌકિક-દિવ્ય આનંદની અનુભૂતિ થવાની છે. આવી આવી કેટલીયે આશાઓ અને આકાંક્ષાઓ ભક્ત સાધક પ્રભુ પાસે રાખે છે.
પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ગુણ-પર્યાયરૂપ સ્યાદ્વાદમયી સત્તાના રસિયા પરમાત્માનાં દર્શનમાત્રથી પણ મુમુક્ષુ સાધકોને અપૂર્વ લાભની પ્રાપ્તિ થાય છે. આત્માની મહાન શક્તિઓનું ભક્તાત્માને ભાન થાય છે. ખરેખર ! આત્માનંદના ભોગી, આત્મસ્વરૂપમાં જ રમણકરનારા, શુદ્ધ તત્ત્વના વિલાસી, એવા પ્રભુ ! આપનાં દર્શનમાત્રથી જ ભવ્યપરમતત્ત્વની ઉપાસના * ૧૩