________________
| (૨) શ્રી અજિત જિન સ્તવન
(દેખો ગતિ દેવની રે.. એ દેશી) જ્ઞાનાદિક ગુણસંપદા રે, તુજ અનંત અપાર ! તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર રે / ૧ // - અજિતજિન ! તારજો રે, તારજો દીનદયાળ || ૧ //.
હે પ્રભુ ! આપની અનંત અને અપાર એવી પૂર્ણ જ્ઞાનાદિક ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા-જાણવા મળ્યું છે; તેથી મને પણ આત્માની તેવી જ્ઞાનાદિક ગુણસંપત્તિને પ્રગટાવવાની રુચિઇચ્છા ઉત્પન્ન થઇ છે, માટે હે દીનદયાળ અજિતનાથ પ્રભુ ! મને પણ આ સંસારસાગરથી તારો - પાર ઉતારો !
જે જે કારણે જેહનું રે, સામગ્રી સંયોગ | મલતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયોગ | અજિતo // ૨ //
જે જે કાર્યનું જે જે કારણ હોય અને તે તે કાર્ય કરવામાં બીજી પણ જે જે ઉપયોગી સામગ્રી હોય, તેનો યોગ મળવાથી કર્તાના પ્રયત્ન દ્વારા કાર્ય ઉત્પન્ન થાય છે.
કાર્યસિદ્ધિ કર્તા વસુ રે, લહી કારણ સંજોગી નિજપદ કારક પ્રભુ મળ્યા રે, હોયે નિમિત્તેહ ભોગ |
અજિતo | ૩ || કારણ અને અન્ય સામગ્રીનો યોગ મળતાં, કર્તા જ્યારે કાર્ય કરવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે કાર્ય સિદ્ધ થઇ શકે છે, અર્થાત્ કાર્યસિદ્ધિ છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૧૦ | | . . . #j
કારણસાકલ્ય એટલે કે સર્વ કારણો અને કર્તાને આધીન હોય છે. એથી નિજપદની પૂર્ણતા કરાવી આપનાર એટલે કે આત્માના મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટનિમિત્તકારણ એવા પરમાત્મા મળવાથી મોક્ષાર્થી આત્મા અત્યંત આનંદપૂર્વક તે નિમિત્તનો ભોગ કરે છે, અર્થાત્ સેવન કરે છે.
અજ કુલ ગત કેશરી લહે રે, નિજ પદ સિંહ નિહાલ ! તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમશક્તિ સંભાલ /
અજિતo | ૪ || બાળપણથી જ બકરીના ટોળામાં રહેલા સિંહના બચ્ચાને સજાતીય સિંહના દર્શનથી જેમ પોતાના ભૂલાયેલા મૂળ સ્વરૂપનું – સિંહપણાનું ભાન થાય છે, તેવી રીતે શ્રી અજિતનાથ પ્રભુની ભક્તિ કરતો ભવ્યાત્મા પણ પોતાની સત્તામાં રહેલી પરમાત્મશક્તિને ઓળખીને તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે.
કારણ પદ કર્તાપણે રે, કરી આરોપ અમેદા નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ | અજિતo || પી.
મુક્તિના અનન્ય કારણરૂપ અરિહંત પરમાત્માને અભેદ ઉપચારથી કર્તારૂપે માની અને નિજસ્વરૂપની પૂર્ણતાનો અર્થી આત્મા, પ્રભુ પાસેથી સમ્યગુ-દર્શનાદિ અનેક ગુણોની આશા રાખે છે.
એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપમાં સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનૂપ || અજિતo || ૬ ||
આવા પરમાત્મા પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે અને એ પરમાત્મા સ્યાદ્વાદમથી શુદ્ધ સત્તાના રસિક છે, કર્મમળથી રહિત, અખંડ અને અનુપમ-અદ્વિતીય છે. જેના દર્શનથી પણ મને અનહદ લાભ થયો છે.
આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ | સમવું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય | અજિતo | ૭ | ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોક્તાભાવી કારણતા કારજ દશા રે, સકલ ગ્રહ્યું નિજ ભાવ // અજિતo || ૮ // શ્રદ્ધાભાસન રમણતા રે, દાનાદિક પરિણામ T.
સકલ થયા સત્તા રસી રે, જિનવર દરિસણ પામ || અજિતા ૯ / પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૧૧ થી કિ. જઈ શકે છે,