________________
જીવોની વિષયસુખની ભ્રાન્તિ નષ્ટ થઇ જાય છે, અવ્યાબાધ, સ્વાભાવિક સુખનું ભાસન-શાન થાય છે, અને તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે.
જ્યાં સુધી આ જીવ વિષયસુખનો અભિલાષી હોય છે, ત્યાં સુધી એ વિષયસુખને જ સાધ્ય માની તેનાં સાધનરૂપ સ્ત્રી, ધન, ધાન્યાદિ પ્રાપ્ત કરવા માટે સતત પુરુષાર્થ કરતો રહે છે. પણ જ્યારે પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ સુખની અભિલાષા તેને જાગ્રત થાય છે, ત્યારે તે જીવ અવ્યાબાધ સુખને જ પોતાનું સાધ્ય માની તેનાં સાધનોમાં દેવગુરુ-ભક્તિ, તત્ત્વશ્રદ્ધા આદિની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે, અને તે અવ્યાબાધ સુખનો કર્તા બને છે.
એ જ રીતે ગ્રાહકપણું, સ્વામીપણું, વ્યાપકપણું, ભોક્તાપણું, કારણપણું અને કાર્યપણું પણ પોતાના શુદ્ધ સ્વરૂપનું થાય છે.
આજ સુધી જીવ વિષયસુખનો જ ગ્રાહક હતો, તેની વૃત્તિ તેમાં જ વ્યાપક-ઓતપ્રોત હતી અને તે પણ તેનો જ ભોક્તા હતો, પણ અવ્યાબાધ સુખના સ્વામી એવા પ્રભુને છે અને હવે તે સ્વાભાવિક સુખનો અને તેના સાધનોનો ગ્રાહક, વ્યાપક – તેમાં જ ઓતપ્રોત અને ભોક્તા બન્યો છે.
આટલા સમય સુધી આત્મા આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાનકારણ અને કર્મબંધનરૂપ કાર્યનો કર્તા હતો, પણ શુદ્ધ સ્વરૂપી નિષ્કમાં એવા વીતરાગ પરમાત્માની ઓળખાણ થયા પછી તે પોતાના શુદ્ધ સ્વરૂપનું ઉપાદાનકારણ અને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા બન્યો છે.
પ્રભુના ધ્યાનમાં લીન બનેલા આત્માને બીજી પણ શ્રદ્ધાભાસન રમણતાદિ અનંત શક્તિઓનું સ્મરણ થાય છે અને તે આત્મશક્તિઓ પરભાવને તજીને આત્મભાવમાં સ્થિર થતી જાય છે.
અત્યાર સુધી જીવ શાતાવેદનીયાદિ પુણ્યપ્રકૃતિનો ઉદય જે આત્મિક ગુણોનો રોધક છે, અને તત્ત્વવિમુખ બનાવનાર છે, તેને સુખદ માનતો હતો; પરંતુ હવે તેને અવ્યાબાધ સ્વાભાવિક સુખની શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે. અત્યાર સુધી તે માત્ર શાસ્ત્રોની વિગતોને જ્ઞાન માનતો હતો, હવે સિદ્ધપદ એ જ મારું સાધ્ય છે, એવું યથાર્થ જ્ઞાન તેને થયું છે. છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૧૪ શle eો 54s of * *
અત્યાર સુધી તેની પુદ્ગલ પદાર્થનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રમણતા થતી હતી, પણ હવે શુદ્ધ સ્વભાવમાં તેની રમણતા થવા લાગી છે તથા તેની દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યલબ્ધિઓ પણ અત્યાર સુધી પુદ્ગલ અનુયાયિની બનીને પ્રવર્તતી હતી; પણ હવે તે સર્વ લબ્ધિઓ આત્મામાં સત્તાપણે રહેલા જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયોની રસિક બની છે.
પરસ્પર એકબીજા ગુણોને સહકારરૂપ દાન, ગુણ-પ્રાગૃ-ભાવરૂપ સ્વગુણ પર્યાયનો ભોગ અને ઉપભોગ અને પંડિતવીર્ય સંવર-નિર્જરામાં હેતુભૂત બનીને પ્રવૃત્ત થવા લાગ્યો છે.
જેમ બકરાના ટોળામાં રહેલો બાલસિંહ સ્વજાતીય સિંહને જોઇને પોતાના અસલ સ્વરૂપને - સિંહપણાને ઓળખી લે છે, તેમ અનાદિકાળથી પરભાવમાં ભૂલા પડેલા આત્માને પ્રભુનાં દર્શનથી પોતાના શુદ્ધ સ્વરૂપની યથાર્થ ઓળખાણ થાય છે. આ રીતે, પ્રભુની મહાન કરુણાના પ્રભાવે આત્માની જ્ઞાનાદિ શક્તિઓનો આવિર્ભાવ થાય છે.
હે પ્રભુ ! ચારિત્રરૂપી નૌકાના ચાલક (સુકાની) હોવાથી ભવસમુદ્રથી પાર ઉતારનાર હોવાથી આપ “મહાનિર્ધામક” છો.
દ્રવ્ય અને ભાવહિંસાથી રહિત અને પરમ અહિંસા ધર્મના ઉપદેશક હોવાથી આપ “માહણ” છો.
આત્માના કર્મરોગની સમ્યગુ-જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ ભાવચિકિત્સા બતાવનાર હોવાથી આપ “મહાવૈદ્ય” છો.
છે કાય જીવોની રક્ષા કરનાર હોવાથી તેમ જ જ્ઞાનાદિ ગુણોના ભંડારના રક્ષક હોવાથી આપ “મહાગોપ” છો.
ભયારણ્યમાં ભટકતા ભવ્યજીવોના આધાર હોવાથી આપે “પરમ આધાર” છો.
દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ અને સુખના સાગર પ્રભુ ! આપ જ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ભાવધર્મના દાતાર છો કેમ કે આપના ઉપદેશથી, આપનાં દર્શનથી, ભવ્યજીવોને ભાવ-ધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી “ભાવધર્મના દાતાર” પણ આપ જ છો.
કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૧૫
ક.
૪. જો
કે જો