________________
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
(નીંદરડી વેરણ હુઇ રહી... એ દેશી) ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો, કહો ચતુર વિચાર! પ્રભુજી જઇ અળગાવસ્યા, તિહાંકિણું નવિહો કોઇ વચન ઉચ્ચાર II
| ઋષભ | ૧ || હે ચતુર પુષ્પ ! વીતરાગ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનની સાથે પ્રીતિ કઈ રીતે થાય ? તે વિચાર કરીને કહો. જે નજીક હોય, તેની સાથે તો પ્રીતિ થઇ શકે, પણ પ્રભુ તો બહુ દૂર એવી સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયેલા છે, ત્યાં વાણીનો પણ અભાવ છે, તેથી તેમની સાથે કોઇ પ્રકારની વાતચીત પણ થઇ શકતી નથી. તો તેમની સાથે પ્રીતિ કેવી રીતે કરાય ? તે કહો.
કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો, તિહાં કો પરધાના જે પહોચે તે તુમ સમો, નવિ ભાખે હો... કોઇનું વ્યવધાન ||
ઋષભ || ૨ || પ્રીતિ કરવાનો બીજો ઉપાય પત્રવ્યવહાર છે, પણ સિદ્ધિગતિમાં પત્ર પણ પહોંચતો નથી, તેમ જ કોઇ પ્રધાન પુરુષ - પ્રતિનિધિને મોકલીને પણ પ્રીતિ કરી શકાય છે, પરંતુ તે પણ ત્યાં પહોંચી શકતો નથી, તેમ જ જે કોઇ અહીંથી સિદ્ધિગતિમાં જાય છે, તે પણ આપના જેવા જ વીતરાગ, અયોગી અને અસંગ હોવાથી તેઓ અમારો સંદેશો કોઇને કહેતા નથી. તો અમારે પ્રભુ સાથે પ્રેમ કેમ કરવી ? એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૪ ક. ૪, + 9
પ્રીતિ કરે તે રાગિયા, જિનવરજી હો... તમે તો વીતરાગ | પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો... તે લોકોત્તર માર્ગ ||
ઋષભ | ૩ || વળી પ્રીતિ કરનાર અમે સંસારી જીવો તો રાગી છીએ. અને આપ રાગ વિનાના - વીતરાગ છો. તો પરસ્પર પ્રીતિ કેમ થઈ શકે ?
–આ પ્રમાણે પ્રભુ સાથે પ્રીતિ કરવા ઇચ્છતા સાધકને ચતુર શાસ્ત્રકારો સાંત્વના આપતા કહે છે કે, વીતરાગ પ્રભુ સાથે પ્રીતિ કરવી એ જ પ્રીતિનો લોકોત્તર (અલૌકિક) માર્ગ છે. લોકોત્તર પુરુષ સાથે કરેલી પ્રીતિ પણ લોકોત્તર બની જાય છે. અને સર્વ ઉત્તમ પુરુષનો આ જ માર્ગ છે.
પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો... કરવા મુજ ભાવમાં કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો... કહો બને બનાવ .
ઋષભ || ૪ || સંસારી જીવોનો પ્રીતિનો અભ્યાસ અનાદિ કાળથી છે. પણ તે પ્રીતિ અપ્રશસ્ત છે. પુદ્ગલની આશંસાથી યુક્ત હોવાથી વિષ ભરેલી છે. તે રીતે પ્રભુ ! તમારી સાથે પણ એવી જ વિષમય પ્રીતિ કરવાનો મને ભાવ થાય છે. પણ પ્રભુ સાથે તો નિર્વિષ પ્રીતિ કરવાની હોય છે. તો તે કઇ રીતે કરવી ? જ્ઞાની પુરુષો ! મને બતાવો.
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો... તે જોડે એહા. પરમપુરુષથી રાગતા, એકત્વતા હો... દાખી ગુણગેહ //
ઋષભ | ૫ || નિર્વિષ પ્રીતિનો ઉપાય બતાવે છે કે
પરપુગલ પદાર્થોની સાથે જે અનંતી પ્રીતિ છે, તેને જે જીવ તોડી નાખે છે, તે જીવ આ પરમ પુરુષ પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે.
પરમાત્મા સાથેની પ્રીતિ એ રાગરૂપ હોવા છતાં પરમાત્મા સાથે તન્મય થવામાં કારણભૂત હોવાથી એ પ્રીતિ ગુણનું ઘર છે, અર્થાત્ આત્મિક ગુણસંપત્તિને આપનારી છે. કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના ૪ ૫ શl the . જો કે જો