________________
પ્રીતિ વિના ભક્તિ કે જિનવચન અનુસાર પ્રવૃત્તિ થતી નથી અને તે વિના અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ પણ થતી નથી.
અહીં પણ પૂ. ઉપા. શ્રી દેવચંદ્રજી મહારાજ ચોવીશીનાં મંગલ પ્રારંભમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં સૌ પ્રથમ પરમાત્મા સાથે તાત્ત્વિક પ્રીતિ કઇ રીતે કરી શકાય તેનો સચોટ ઉપાય બતાવે છે.
જિન સ્તુતિનો મહિમા
સર્વ દોષથી રહિત અને સર્વગુણસંપન્ન શ્રી અરિહન્ત પરમાત્માની ભાવભર્યા હૃદયે સ્તુતિ કરવાથી ચિત્તનાં અધ્યવસાયો-પરિણામો નિર્મળ બને છે. નિર્મળ બનેલું ચિત્ત શુભ ધ્યાનમાં સરળતાથી સ્થિર-એકાગ્ર બને છે, અને ચિત્તની નિર્મળતા-એકાગ્રતા વધતાં તેના દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, અને સમાધિદશામાં તન્મય બનેલો સાધક પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
વીતરાગ-પરમાત્માના ગુણોની સ્તુતિ કરનારને પણ તેવા ઉત્તમ ગુણોની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. પરમાત્મ-સ્તવન એ પરમાત્મ-પદને પ્રાપ્ત કરાવનાર છે. પ્રાર્થના, સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ભજન, ગુણગાન ઇત્યાદિ શબ્દો એકાર્યવાચી છે.
પ્રણામ (નમસ્કાર) અને સ્મરણ પણ સ્તુતિ સ્વરૂપ જ છે. પ્રીતિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિ શીઘ્ર ફળદાયી બને છે, કારણ કે તાત્ત્વિક પ્રીતિ નિષ્કામભક્તિને પ્રગટાવે છે અને ભક્તિ મુક્તિનું પ્રધાન કારણ છે. શાસ્ત્રોમાં પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર પ્રકારનાં અનુષ્ઠાનો બતાવેલાં છે. તેમાં પ્રીતિ અનુષ્ઠાનનું સ્થાન પ્રથમ છે. તેની મુખ્યતયા બતાવવા પાછળ એ જ કારણ છે કે પ્રીતિ એ બાકીનાં અનુષ્ઠાનોને પણ ખેંચી લાવે છે અને સાધનામાં ઉત્તરોત્તર આગળ વધવાની-કટિબદ્ધ બનવાની પ્રેરણા આપે છે - હોંશ વધારે છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨ ક. ૪, +
તીર્થકર ભગવંતનો મહિમા • તીર્થકર ભગવંત મુખ્યપણે કર્મક્ષયનું નિમિત્ત છે. • બોધિ બીજની પ્રાપ્તિનું કારણ છે. • ભવાંતરે પણ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. • તેઓ સર્વવિરતિ ધર્મના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. • ભવ્યાત્માઓના પરમ હિતોપદેશક છે. • રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ જેવા અંધકારમાંથી
ઉંગારનાર છે. • તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને સૈલોક્ય પ્રકાશક છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૩
શોક જોક ઝાંક, જો
છોક,