________________
ધ્યાન કરો કે પદ્માસને યા વીરાસને બેસીને ધ્યાન કરો, એટલું જ નહિ પણ અનશન કે રોગાદિના કારણે ચત્તા સૂઇને સાધક નિશ્ચલપણે ધ્યાન કરી શકે છે. તેમાં ચોક્કસ નિયમ એટલો જ છે કે જે આસન બાંધ્યું હોય તેમાં શરીરને ગોઠવી રાખવું જોઇએ, વારંવાર હલાવવું ન જોઇએ.
મેળવણ નાખેલા દૂધને વારંવાર હલાવવાથી તેનું દહીંમાં રૂપાંતર થવામાં મોટો અંતરાય પડે છે, તેમ સ્વીકારેલા આસને શરીરને ગોઠવ્યા પછી તેને વારંવાર હલાવવાથી ધ્યાનની ધારા ભાગ્યે જ બંધાય છે. આસનની અનિયતતાનું કારણ
કોઇ ચોક્કસ દેશ-કાળ અને ચોક્કસ આસનનો આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય કારણ એ છે કે કોઇ પણ પ્રકારની સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે ચોક્કસ કોઇ આસને જ થાય એવો, કોઇ પણ ધ્યાન-પરંપરામાં ‘એકાન્ત’ નિયમ નથી.
ધ્યાનમાં યોગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આસને બેસતાં ધ્યાનમાં કોઇ જાતની બાધા ઉત્પન્ન ન થાય.
ભૂતકાળમાં થઇ ગયેલા અનેક મહાત્માઓ જુદા-જુદા દેશ (સ્થળ), કાળ અને આસને સ્થિત થઇને ધ્યાનના બળે સર્વ પાપકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે અને તે સિવાય અનેકાનેક મુનિવરોએ અવધિજ્ઞાન અને મનઃ
કાળની જેમ આસનની બાબતમાં પણ કોઇ એકાન્ત નિયમ જિનશાસનમાં નથી.પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે. ચાહે કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને આ કારણે જિનાગમોમાં કોઇ ચોક્કસ
ધ્યાન વિચાર (સવિવેચન) . ૮૦
કાળની અનિયતતા ધ્યાન કયા સમયે કરવું' એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે, પરંતુ જ્ઞાની મહાપુરુષોએ એ માટે કોઇ ચોક્કસ સમય બતાવ્યો નથી; પણ જે સમયે મન, વચન અને કાયા સ્વસ્થ જણાતાં હોય, તે સમય ધ્યાન માટે ઉચિત ગણ્યો છે.
દિવસે, સંધ્યાએ, રાત્રિએ કે દિવસના અમુક ચોક્કસ ભાગમાં જ ધ્યાન કરવું – એ સિવાય નહીં - એવો કોઇ નિયત સમય નથી.
હા, એટલો નિર્દેશ જોવા મળે છે કે બ્રાહ્મમૂહૂર્તે યા રાતની પાછલી છ ઘડી બાકી રહે ત્યારે મુમુક્ષુ સાધકે પરમાત્માનું ભજન-ધ્યાન કરવામાં ઉદ્યમવંત બનવું જોઇએ. કારણ કે આ કાળની આગવી પવિત્રતા અને નીરવતાનો સીધો લાભ ધ્યેયનિષ્ઠ સાધકને સ્વાભાવિક રીતે મળતો હોય છે. તેમ છતાં આ કાળને જ ધ્યાનનો કાળ કહેવા રૂપ એકાન્તમત શાસ્ત્રકાર ભગવંતોએ પ્રરૂપ્યો નથી, એ હકીકત સદા સ્મરણમાં રાખવા જેવી છે. • આસન :