________________
ધ્યાન એ છ પ્રકારના અત્યંતર તપનો જ એક પ્રકાર છે. જે મહામંગળરૂપ છે અને સર્વ વિઘ્ન - વિનાશક છે.
એટલે આ ગ્રંથમાં ‘સ્વતંત્ર મંગળ કેમ નથી કર્યું ?’ એ પ્રશ્નનું સમાધાન આ રીતે થઇ જાય છે.
ધર્મધ્યાન આજ્ઞાવિચયાદિરૂપ છે. આજ્ઞા એટલે શ્રી જિનાગમ, જે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. આ શ્રુત સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર પરમાત્માએ (અર્થથી) પ્રકાશેલું હોવાથી નિશ્ચિતરૂપે મહામંગળરૂપ છે.
અભિધેય આ ગ્રંથનો વિષય મુખ્યતયા ‘ધ્યાનયોગ’ છે. તે તેના નામ ઉપરથી અને પ્રથમ ‘ધ્યાન' શબ્દના પ્રયોગથી જ સિદ્ધ થાય છે.
પ્રયોજન : ગ્રંથકાર મહર્ષિનો આ ગ્રંથરચનાનો પ્રથમ ઉદ્દેશ મુમુક્ષુ જિજ્ઞાસુઓને ધ્યાન સંબંધી સમ્યગ્ જ્ઞાન આપવું, ધ્યાનનું સ્વરૂપ સમજાવવું, ધ્યાનના ભેદ-અભેદ આદિનું માર્ગદર્શન કરાવવું તે છે.
આ ઉદ્દેશ (પ્રયોજન) તે ‘અનંતર - પ્રયોજન' છે.
પ્રસ્તુત ગ્રંથની રચનામાં આધારભૂત ‘મુન્ન-ત્ત-નો-ત્રિવૂ' આદિ પ્રાકૃતભાષાબદ્ધ જે ચાર ગાથાઓ છે તે વર્તમાનમાં અલભ્ય ‘ધ્યાન વિભક્તિ’ જેવા કોઇ આગમ ગ્રંથમાંથી ઉદ્ધૃત કરવામાં આવી હોય એમ જણાય છે. ગ્રંથકારે ' કહીને તેની સાક્ષી
આપવા દ્વારા, આ ગ્રંથનો પૂર્વાચાર્યપ્રણીત અન્ય ગ્રંથો સાથેનો સંબંધ સૂચિત કર્યો છે. ‘મુન્ન-ત-નોટ્ટ-વૂિ॰' આ ગાથામાં નિર્દિષ્ટ ધ્યાનભેદોનો ઉલ્લેખ ‘અરિહાળ શુસં’માં પણ જોવા મળે છે.
શ્રોતાઓ અને વાચકો આ ગ્રંથના સતત અભ્યાસ, મનન, ચિંતન,
આ સ્તોત્રગત ‘નમસ્કાર ચક્ર'ની ઉદ્ધારવિધિના કર્તા દશ પૂર્વધર
નિદિધ્યાસન દ્વારા ‘ધ્યાન’ અંગેની પરિપૂર્ણ શ્રીભદ્રગુપ્તસ્વામી મહારાજ છે. તેથી આ
ધ્યાન વિચાર (સવિવેચન)
-
સમજને આત્મસાત્ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ઉત્તરોત્તર પ્રકર્ષ દ્વારા સ્વાત્માના શુદ્ધ-સ્વરૂપને પામે એ ‘પરંપર પ્રયોજન' છે.
સંબંધ : આ ગ્રંથનો પૂર્વાચાર્યપ્રણીત ગ્રંથો સાથે સંબંધ છે, તે આ ગ્રંથમાં બતાવેલી ધ્યાનાદિને લગતી વિગતોનો, ધ્યાન-વિષયક અન્ય ગ્રંથોમાં ક્યાં ક્યાં કઇ રીતે નિર્દેશ મળે છે વગેરે વિચારવાથી સ્પષ્ટ થશે અને આ મહાન ગ્રંથની પ્રાચીનતા, ઉપાદેયતા અને પ્રમાણભૂતતાનો સચોટ ખ્યાલ આવવાથી તેના પ્રતિ અપૂર્વ શ્રદ્ધા તેમજ આંતરિક બહુમાન વધશે.
જ્યારે ‘પરંપર-પ્રયોજન' છે, ધ્યાન દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરવું.
6×.