________________
ૐ શ્રીં શ્રીં મર્દ નમઃ ધરણેન્દ્રપદ્માવતી પરિપૂજિતાય શ્રીશંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | અનંતલબ્લિનિધાનાય શ્રીગૌતમસ્વામિને નમઃ ||
! É સરસ્વત્યે નમ: . ધ્યાન વિચાર (સવિવેચન)
મંગલાચરણ શ્રી શંખેશ્વર પાર્શ્વજિન પ્રેમે પ્રણમી પાય, પ્રતિમા પીયૂષવર્ષિણી દેખત સવિ દુઃખ જાય. (૧) જેહના ધ્યાન પ્રભાવથી પ્રગટે આતમભાવ, રાગદ્વેષ દૂરે ટળે, ન રહે મોહ-વિભાવ. (૨) શાસનનાયક સુખકર, શ્રી વર્ધમાન જિનરાય, ત્રિકરણ યોગે વંદતાં હૈયે હર્ષ ન માય. (૩) અનંતલબ્ધિનાયક નમું, શ્રી ગૌતમ ગુરુરાજ, જેહના ગુણ ગાતાં થકાં લહીએ અવિચલ રાજ. (૪) ઉપકારી ગુરુદેવના ચરણે નમાવી શીશ, અંતરથી યાચું સદા આપો શુભ આશિષ. (૫) શ્રી જીતવિજય દાદાતણા ગુણ ગણતાં ન ગણાય, હીરાસમ ઝળકે સદા હીરવિજય ગુરુરાય. (૬) કનકગુણે કરી દીપતા કનકસૂરિ ગુરુરાય, કંચન ગુરુને વંદતાં જીવતર સાર્થક થાય. (૭)
સ્મરણ કરી શ્રુતદેવીનું નામ “ધ્યાન વિચાર', પરમ રહસ્યને પામવા કરું તેહ તણો વિસ્તાર. (૮) ધ્યાન-અભ્યાસી ભવ્ય જન પામે સુવિશદ મર્મ,
શુક્લધ્યાન અભ્યાસથી કાટે કર્મનો ભર્મ. (૯) આ રીતે પરમઉપકારી પરમગુણી પરમાત્મા અને તેઓશ્રીની પાટપરંપરાએ આવેલા સર્વ ગણધર ભગવંતો અને સર્વ ઉપકારી સદ્ગુરુઓને ત્રિકરણયોગે નમસ્કાર કરીને, વિદ્વાનો અપૂર્વ જ્ઞાનશક્તિ આપનારી સરસ્વતી દેવીનું બહુમાનપૂર્વક સ્મરણ કરીને ધ્યાન વિચાર ગ્રંથનો ગુજરાતી ભાષામાં (શબ્દાનુવાદ તેમજ) ભાવાનુવાદ કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૫