________________
‘અચિંત્ય’ શબ્દ વડે જ તે પ્રભાવના પ્રકૃષ્ટ ભાવને પુનઃ પુનઃ પ્રણામ કરવા પડે તેવો અમાપ, અગાધ, અપરિમેય.
માતાના વાત્સલ્યને આપણે જાણીએ છીએ. ધરાની ક્ષમાને આપણે જાણીએ છીએ. ચંદ્રની શીતળતાનો આપણને અનુભવ છે, સૂર્યની તેજસ્વીતાનો આપણને પરિચય છે. સાગરની ગંભીરતાનો આપણને અંદાજ છે; માતા, ધરા, ચંદ્ર, સૂર્ય, સાગર વગેરેના તે-તે ગુણોને અનંતગુણા કરવામાં આવે તો પણ જેમના ગુણની ગરિમા સમક્ષ જે નહિવત્ પુરવાર થાય એવા અચિંત્ય ગુણયુક્ત પ્રભાવવંતા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણ-મહિમાને જેણે યત્કિંચિત્ પ્રમાણમાં પણ જાણ્યો છે, માણ્યો છે, તેને પ્રભુ સિવાય બધું સૂનું સૂનું નિરર્થક લાગે છે. તેને શરીર ખાલી ખોળિયું લાગે છે. અર્થાત્ પ્રભુજી જ તેના આત્મા બની જાય છે. તેમના નામનું સ્મરણ કરતાં તેના બધા પ્રાણો હર્ષવિભોર
બની જાય છે. તેમના ગુણનું કીર્તન કરતાં તેના સાડા ત્રણ કરોડ રૂંવાડે હર્ષના દીવા પ્રગટે છે. તેનું સમગ્ર ચિત્ત પ્રભુના પરમ કલ્યાણકારી વિશુદ્ધ સ્વરૂપમાં એકાકાર બને છે. આમ આજ્ઞાના ધ્યાનથી આજ્ઞાકારક પરમાત્માનું જ ધ્યાન થાય છે. ૧. યં તુ ધ્યાનયોગેન ભાવસારસ્તુતિસ્તવૈ:।
તાત્પર્ય કે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની આરાધના, ધ્યાનયોગ વડે, ભાવભરપૂર સ્તુતિ-સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેથી થતી પૂજા વડે તથા વ્રતનિયમ-ચારિત્રના પાલન વડે થાય છે.૧
દ્રવ્ય પૂજારૂપ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ (ભાવપૂજા)નું કારણ છે, સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) આપનારું છે, ચિત્તની પ્રસન્નતાનો હેતુ છે. માટે ગૃહસ્થ જીવનમાં શ્રાવકોએ અવશ્ય દ્રવ્યસ્તવ-પૂજાદિ કરવાં જોઇએ. કારણ કે શ્રાવક ઘણા કર્મવાળો હોવા છતાં દ્રવ્યપૂજાદિ દ્વારા પ્રગટેલા શુભભાવ વડે સર્વ વિરતિને પામી અનુક્રમે સર્વ કર્મોનો સમૂળ ક્ષય કરીને સર્વ જીવોને પોતા થકી થતી પીડાથી મુક્ત કરી મુક્તિ સુખને વરે છે.
શ્રી જિનાજ્ઞાના આ સહજ તારક પ્રભાવને ખૂબ ખૂબ સદહતો સુજ્ઞ સાધક, તેના પાલનમાં સર્વત્ર-સર્વદા તત્પર રહે છે.
અર્થાત્ આજ્ઞાવિચય ધર્મધ્યાન એટલે શ્રી જિનેશ્વર પરમાત્માની વિશ્વ હિતકર
આજ્ઞાનું નિર્મળ અને સ્થિર ચિત્તે ચિંતનમનન-પાલન અને તે સર્વ ધ્યાન ભેદોનું મૂળ છે, પાયો છે.
આજ્ઞાવિચય ધર્મ ધ્યાન અભ્યસ્ત થયા પછી શેષ પરમધ્યાન આદિ ધ્યાનો અનુક્રમે સરળતાથી સિદ્ધ થાય છે.
पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥
ધ્યાન વિચાર (સવિવેચન) . ૩૦
‘યોગસાર' પ્રથમ પ્રસ્તાવ.