________________
(૬) પ્રતીત્યસત્ય : બીજી વસ્તુને આશ્રયીને એક વસ્તુમાં જુદી જુદી રીતે વ્યવહાર કરવો તે ‘પ્રતીત્યસત્ય’ છે. જેમ ટચલી (છેલ્લી) આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળી મોટી ગણાય છે, પણ મધ્યમા (વચલી) આંગળી કરતાં તે (અનામિકા) નાની પણ ગણાય છે. એમ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર તે ‘પ્રતીત્યસત્ય’ છે.
(૭) વ્યવહારસત્ય : કેટલાક શબ્દપ્રયોગો શબ્દાર્થની દૃષ્ટિએ બરાબર ન લાગે છતાં અમુક વિવક્ષાથી બોલાતા હોવાથી તે પ્રયોગો સત્ય છે. જેમ કે ‘પર્વત બળે છે’, ‘ઘડો ઝરે છે’, ‘કન્યાને પેટ નથી', ‘ઘેટીને વાળ નથી' - આ બધા પ્રયોગોમાં વસ્તુતઃ તેમ હોતું નથી છતાં ‘પર્વત ઉપરનું ઘાસ બળે છે', ‘ઘડાનું પાણી ઝરે છે’, ‘કન્યા ગર્ભધારણને માટે યોગ્ય ઊદરવાળી નથી’, ‘ઘેટીને કાપી શકાય તેટલા વાળ નથી' એવા આશયથી લોકવ્યવહારમાં તે તે પ્રયોગો થાય છે. તેથી તે ‘વ્યવહારસત્ય ’ છે.
(૮) ભાવસત્ય : એક વસ્તુમાં અનેક ભાવો (વર્ણ વગેરે) રહેલા હોય છતાં તેમાંના એકાદ ઉત્કૃષ્ટપણે રહેલા ભાવને પ્રાધાન્ય આપીને વચન પ્રયોગ કરવો. જેમકે ‘બગલામાં પાંચે વર્ણ છે છતાં બગલો શ્વેત છે’ એમ કહેવું તે ‘ભાવસત્ય’ છે.
(૯) યોગસત્ય : યોગ અર્થાત્
સંબંધથી કોઇ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી તે ‘યોગસત્ય’ છે. જેમ છત્ર રાખનારો માણસ છત્ર ન હોય ત્યારે પણ છત્રના સંબંધથી ‘છત્રી’ કહેવાય છે અને ‘દંડ’ રાખનારો માણસ દંડના અભાવમાં પણ દંડના સંબંધથી ‘દંડી’ કહેવાય છે તે ‘યોગસત્ય’ છે.
(૧૦) ઔપમ્યસત્ય : જેમ તળાવ સમુદ્ર જેવું ન હોવા છતાં ‘તળાવ સમુદ્ર જેવું છે' એમ તળાવને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે તે ‘ઔપમ્યસત્ય’ છે. મૃષાભાષા (અસત્ય)ના ૧૦ પ્રકારો
कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे अ ।
हासभए अक्खाइय उवघाए નિસ્મિત્ર સમા ॥ ૨૭૪ ।।
(૧) ક્રોધ-નિસૃત અસત્ય : ક્રોધના આવેશમાં જે વાણી નીકળે તે ‘ક્રોધનિકૃત અસત્ય' છે. જેમ કે ક્રોધથી ધમધમેલો પિતા પુત્રને કહે છે કે ‘તું મારો પુત્ર નથી' વગેરે ક્રોધ-નિસૃત અસત્ય છે અથવા ક્રોધના આવેશમાં
એ સાચું-ખોટું જે કંઇ બોલવામાં આવે તે બધું ક્રોધ-નિસૃત અસત્ય છે. કારણ કે તે બધું બોલતી વખતે ક્રોધી મનુષ્યનો આશય દુષ્ટ હોય છે.
(૨) માન-નિકૃત અસત્ય : પોતાની મહત્તા બતાવવા માટે જેમ કોઇ મનુષ્ય અલ્પધનવાળો હોવા છતાં હું મહાધનવાળો
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૫૯