________________
સંયમની સાધનાનું સાધ્ય સિદ્ધ અવસ્થા છે. એ એક જ સત્ય તેમના ધ્યાનનું કેન્દ્ર-બિન્દુ બન્યું અને ગણત્રીની મિનિટો પહેલાં એકત્રિત કરેલાં સાતમી નરકનાં કર્મોને સમૂળ ઉચ્છેદીને સાત રાજલોક ઊંચે સિદ્ધશિલા ઉપર લઇ જનારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
અશુભ-ચિંતન, અશુભ-પ્રણિધાનથી મનને પાછું વાળી શુભ ધ્યાન દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર રાજર્ષિ પ્રસન્નચંદ્રને કોટી-કોટી વંદન હો !
(૨) ‘સમાધાન'ના સંદર્ભમાં ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત
(અનિત્યમાં રાગ શો ?)
પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના સંસારીપણાના પાટવી-પુત્ર ભરત મહારાજા આ કાળના, આ ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી છે.
આ ભરત ચક્રવર્તી એક વાર આરીસા ભુવનમાં પોતાના અલંકૃત શરીરની શોભા નિહાળી રહ્યા હતા. તેવામાં તેમની એક આંગળીમાંથી એક વીંટી સરકીને નીચે પડી ગઇ એટલે તે આંગળી શોભા વિનાની થઇ ગઇ. તે જોઇ તેમના મનમાં દ્વિધા થઇ કે શરીરની શોભાનું કારણ અલંકારો છે કે અલંકારોની શોભાનું કારણ શરીર છે.
આ દ્વિધાનું નિવારણ કરીને યથાર્થ
સમાધાન પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાના શરીર પરના બધા અલંકારો ઉતારી દીધા. પછી અરીસા સામે જોયું તો આખું શરીર શોભારહિત દેખાયું.
આ દશ્યથી ભરત મહારાજાનો આત્મા જાગી ગયો. તેમની આંતર્દ્રષ્ટિ ઊઘડી ગઇ. આ અનિત્ય સંસારમાં આંખોથી દેખાતી બધી વસ્તુઓ નાશવંત છે એ સત્ય તેમના હૃદયને સ્પર્શી ગયું અને એવા અનિત્ય પદાર્થો પ્રત્યેનો તેમનો બધો જ રાગ, સૂર્યના પગલે નાશ પામતા અંધકારની જેમ નાશ પામ્યો. એક નાનકડા નિમિત્તને પામી ભરત મહારાજા પોતાના મનને શુભમાં પ્રવર્તાવી ક્રમશઃ વીતરાગી અને કેવળજ્ઞાની બન્યા. (૩) ‘સમાધિ'ના સંદર્ભમાં દમદંત મુનિનું દૃષ્ટાંત (મહિમાવંતો માધ્યસ્થ ભાવ) હસ્તિશીર્ષ નગરમાં દમદંત નામે રાજા રાજ્ય કરતા હતા. બીજી બાજુ હસ્તિનાપુરમાં પાંચ પાંડવો રાજ્ય કરતા હતા. દમદંત રાજા અને પાંડવોને આપસમાં વેર હતું. બંને એકબીજાનું અહિત કરવાની તક જોઇ રહ્યા હતા. એક વાર દમદંત રાજા પ્રતિ વાસુદેવ જરાસંધને મળવા ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા. રાજાની ગેરહાજરીનો લાભ લઇને પાંડવોએ દમદંત રાજાના દેશને લૂંટ્યો અને બાળ્યો.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૫૬
-