________________
સિદ્ધિના સુખની પરાકાષ્ઠા
સાંસારિક સુખમાં અનુત્ત૨વાસી સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ સૌથી ચઢિયાતું હોય છે. તેના કરતાં વિરતિવંત સાધુનું સુખ અનંતગણું છે. તેમાં પણ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલા ધ્યાનીનું સુખ અનંતગણું છે, તેનાથી ક્ષીણમોહી મુનિનું સુખ અનંતગણું છે અને તેના કરતાં પણ સિદ્ધ પરમાત્માનું સુખ અનંતગણું છે.
આવું નિરુપમ, નિરાબાધ, અનંત સુખ, દરેક સંસારી જીવને સત્તામાં રહેલું જ છે. કર્મોથી આચ્છાદિત થયેલું આ સુખ, જીવ આત્મિક વિકાસની ભૂમિકાઓમાં જેમ-જેમ આગળ વધતો જાય છે, તેમ-તેમ ક્રમશઃ પ્રગટતું જાય છે. સર્વ કર્મોથી સર્વથા મુક્ત થતાં અંતે તે સુખ પૂર્ણતયા પ્રગટરૂપે અનુભવાય છે.
સિદ્ધિના સુખની અનંતતા
સિદ્ધ પરમાત્માના એક-એક પ્રદેશે અનંત અવ્યાબાધ સુખ પ્રગટ થયેલું હોય છે. તેમના એક પ્રદેશમાં રહેલા સુખના એક-એક પર્યાયને એક-એક આકાશપ્રદેશમાં ગોઠવવામાં આવે, તો પણ તે સમગ્ર લોકાકાશમાં સમાઇ શકે નહીં.
‘એક પ્રદેશમાં સુખ અનંતુ, તે પણ લોકાકાશે ન માવે.’
આ પદ-પંક્તિ પણ આપણને સિદ્ધ પરમાત્માના સુખની અનંતતા કેવી હોય છે, તે બતાવે છે. જે સિદ્ધ પરમાત્માના
એક પ્રદેશમાં આટલું અનંત સુખ રહેલું છે, તે સિદ્ધ પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશોમાં રહેલા સુખને શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય ?
સિદ્ધ પરમાત્માના સુખનો આછો અંદાજ આપતાં જ્ઞાની પુરુષો ફરમાવે છે કે ‘સમગ્ર દેવ અને મનુષ્યના ત્રણે કાળનું સુખ એકત્ર કરવામાં આવે, તેમજ તેનો અનંત વર્ગ કરવામાં આવે, તો પણ સિદ્ધ પરમાત્માના એક-સમય માત્રનું સુખ પણ તેના કરતાં અનંતગણું અધિક હોય છે.’
સિદ્ધ પરમાત્માનું સુખ સહજ, સ્વતંત્ર, એકાન્તિક, આત્યંતિક, અકૃત્રિમ, નિરૂપચરિત, નિર્દેન્દુ, અહેતુક અને અપ્રયાસી હોય છે.
જે સુખ મેળવવા માટે બીજા જીવોને દુઃખ પહોંચતું હોય, મેળવ્યા પછી ભોગવવા માટે ઇન્દ્રિયાદિની આધીનતા સ્વીકારવી પડતી હોય, તેમ છતાં જે આષાઢી વીજળી જેવું ક્ષણિક નીવડે અને દીર્ઘ કાળના દુઃખનું બીજ બને, તેને ‘સુખ' કહેવાય જ શી રીતે !
આપણે સિદ્ધ પરમાત્માના સુખના ચિંતન-મનન અને ધ્યાનમાં વધુને વધુ એકાગ્રતા કેળવવી જોઇએ.
જ્ઞાન-દર્શનની અનંતતા
આ વિરાટ વિશ્વમાં દ્રવ્યો-પદાર્થો અનંત છે, તેનાથી પ્રદેશો અનંત છે, સર્વ પ્રદેશોથી પણ સર્વ ગુણો અનંત છે અને
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૩૪