________________
કરવા માટે સાધકે સિદ્ધાયતન એટલે કે જિનચૈત્ય તથા સિદ્ધ પરમાત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવારૂપ આલંબન ગ્રહણ કરવાનું હોય છે.
આલંબન જેટલું શુદ્ધ, પુષ્ટ તેટલું ઉત્કૃષ્ટ શક્તિ-પ્રાગટ્ય, એ નિયમ અહીં લાગુ પડે છે.
પૂર્વે પરમ માત્રા ધ્યાનના સતરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત જિન-પ્રાસાદો અને જિનપ્રતિમાઓના ચિંતનની વાત જણાવી હતી. અહીં તેના વિશિષ્ટ ફળની વાત જણાવવામાં આવી છે.
ત્રણ લોકના શાશ્વત ચૈત્યોની સંખ્યા ૮૫૭૦૦૨૮૨ અને શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યા ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે તથા વ્યંતર અને જયોતિષના નિવાસ્થાનોમાં અને વિમાનોમાં પણ અસંખ્ય શાશ્વત ચૈત્યો અને જિન-બિંબ છે - આ બધાં ચૈત્યો કયાં કયાં છે અને એક એક ચૈત્યમાં કેટકેટલી પ્રતિમાઓ છે, તેની માહિતી ગ્રંથાંતથીગુરુગમથી જાણી લેવી.
સિદ્ધ પરમાત્માની પ્રતિમા, સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે.
સિદ્ધ સ્વરૂપનું ચિંતન અગાઉ સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપ વિષે થોડોક વિચાર પ્રસ્તુત થયેલો છે. અહીં સિદ્ધ સ્વરૂપના ચિંતનનું વિશિષ્ટ મહત્ત્વ અને ફળ બતાવવા માટે જ વિશિષ્ટ નિર્દેશ કર્યો છે.
મોક્ષનું સ્વરૂપ
સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો એનું નામ મોક્ષ છે.૧
જ્ઞાનાવરણીયાદિ આઠ મૂળ કર્મ છે. તેના પેટા ભેદ એકસો અઠ્ઠાવન છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપે તે પ્રત્યેક સંસારી જીવોને વળગેલાં હોય છે. પરંતુ ચૌદ ગુણસ્થાનકની અપેક્ષાએ તેનો ક્રમશઃ ક્ષય થતો જાય છે; ચૌદમા ગુણસ્થાનકના અંતિમ સમયે શેષ સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા મુક્ત થાય છે, તે તેનો ‘મોક્ષ' કહેવાય છે.
મુક્ત અવસ્થામાં આત્મા સંપૂર્ણ શુદ્ધ-સહજ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને એ સ્થિતિ શાશ્વત હોય છે. સિદ્ધ પરમાત્મા
મોક્ષપદ કહો, મુક્તાત્મા કહો કે સિદ્ધત્વ કહો – એ બધા શબ્દો આત્માની સહજ શુદ્ધ ચિદાનંદપૂર્ણ અવસ્થાના સૂચક છે.
સિદ્ધ પરમાત્માઓના સ્વરૂપના ચિંતનની જેમ સિદ્ધાયતન-શાશ્વત જિનપ્રતિમાઓ અને તેના ચૈત્યોનું ચિંતન કરવાના વિધાન પાછળ વિશિષ્ટ રહસ્ય છુપાયેલું છે.
૧. સ્રર્મક્ષયો મોક્ષઃ ॥ રૂ-૧૦ ૫ - તત્ત્વાર્થ સૂત્ર.
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૩૦