________________
આ પાંચે દ્રવ્યોના ગુણધર્મો તથા ભેદ, લક્ષણ વગેરેની વિચારણા કરવી તે અજીવ તત્ત્વની ચિંતા છે. (૩-૪) પુણ્ય-પાપ તત્ત્વની ચિંતા
શુભ કર્મ અને તેનું ફળ એ પુણ્ય છે, તેના બેતાલીસ ભેદ છે. પુણ્યોપાર્જન નવ પ્રકારનાં દાનથી થાય છે અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, આસનદાન વગેરે સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને અન્નદાન વગેરે ‘અન્નપુણ્ય' કહેવાય છે. નવમું નમસ્કાર પુણ્ય એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે.
-
અશુભ કર્મ અને તેનું ફળ એ પાપ છે. તેના બ્યાશી ભેદ છે. હિંસાદિ અઢાર પાપ સ્થાનકો એ પાપોપાર્જનનાં સ્થાનોકારણો છે.
(૫) આમ્રવ તત્ત્વની ચિંતા કર્મને આવવાનાં દ્વાર એ આસ્રવ તત્ત્વ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનક, સત્તર અસંયમ અને પચીસ ક્રિયાઓ આદિ - આ પાંચ મુખ્ય ભેદનો જ વિસ્તાર છે. તેનું ચિંતન એ આસ્રવ તત્ત્વની ચિંતા છે. (૬) સંવર તત્ત્વની ચિંતા આવતાં કર્મોને અટકાવવાં એ સંવર તત્ત્વ છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહજય, દસ યતિધર્મ, બાર
ભાવના અને પાંચ ચારિત્ર વડે આત્મપ્રદેશોની અંદર દાખલ થતાં કર્મો અટકી જાય છે; કર્મ નિરોધના સ્વરૂપ વગેરેની વિચારણા એ સંવર તત્ત્વની ચિંતા છે. (૭) નિર્જરા તત્ત્વની ચિંતા
પૂર્વોપાર્જિત કર્મોનો અંશે-અંશે ક્ષય થવો એ નિર્જરા તત્ત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર - એમ કુલ બાર પ્રકારનાં તપ વડે કર્મોની નિર્જરા થાય છે. બાર પ્રકારનાં તપનું સ્વરૂપ તથા તેના મહિમા વગેરેની વિચારણા એ નિર્જરા તત્ત્વની ચિંતા છે.
(૮) બંધ તત્ત્વની વિચારણા
દૂધ અને પાણીની જેમ જીવ અને કર્મનો પરસ્પર સંબંધ થવો - એ બંધ છે. કર્મના મૂળ આઠ અને ઉત્તર એકસો અઠ્ઠાવન ભેદો તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ ચિંતવવું એ બંધ તત્ત્વની ચિંતા છે.
(૯) મોક્ષ તત્ત્વની ચિંતા સર્વ કર્મોનો સમૂળ ઉચ્છેદ થવાથી આત્માના સર્વ ગુણોનો આવિર્ભાવ થવો એ મોક્ષતત્ત્વ છે. ‘સત્પદ’ પ્રરૂપણા આદિ દ્વારા મોક્ષના સ્વરૂપનો વિચાર કરવો એ મોક્ષ તત્ત્વની ચિંતા છે.
પૂર્વે બતાવેલી આઠ પ્રકારની ચિંતાઓમાં પ્રથમ તત્ત્વ-ચિંતા અને પરમતત્ત્વ-ચિંતા બતાવવાનું કારણ એ જ છે કે – શેષ સર્વ ચિંતાઓનો સમાવેશ તેમાં
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૨૮