________________
પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના દ્વારા સર્વ જીવોને યથાયોગ્ય રીતે પોતાની ભાવનાના વિષય બનાવે છે; મહાવ્રતોના પાલન દ્વારા અહિંસાદિના ઉપદેશ દ્વારા તેમનું રક્ષણ કરે છે. આ રીતે સર્વ જીવોના યથાર્થ સ્વરૂપ અને સંબંધને જાણી, તેને અનુરૂપ ઉચિત વર્તન કરે છે તો તેના ફળરૂપે તેઓ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિગતિને અવશ્ય પામે છે.
-
આ રીતે કોઇ પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેને જગતના સર્વ જીવો પોતાના આતમા જેવા લાગે છે. તેથી સ્વાત્માના હિતની જેમ સર્વ જીવોના હિતનું ચિંતન એ કરે છે અને સર્વમાં પોતાના આત્માનું અને પોતાના આત્મામાં સર્વ જીવોનું દર્શન થવું, એ જ સમ્યગ્દર્શન છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન એ જ (સર્વ વિરતિ) સમ્યક્ ચારિત્ર છે.
આવા સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરવાની જેને સદા ઉત્કંઠા રહે છે, તે સમ્યક્ દૃષ્ટા છે. હકીકતમાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્ર્યાદિ ભાવોથી યુક્ત હોય છે, તો જ એ મોક્ષસાધક બને છે.
પુદ્ગલ પ્રત્યેના રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથોસાથ જીવ માત્ર પ્રત્યેના સાવરૂપ મૈત્ર્યાદિ ભાવો વડે જ મોક્ષસાધના સુશક્ય બને છે.
આ રીતે પ્રત્યેક મોક્ષસાધક આત્માની
શુભ ભાવનાના વિષય બનીને સર્વ જીવો મોક્ષ પ્રાપ્તિમાં નિમિત્તરૂપે ઉપકારક બને છે.
નવ તત્ત્વોમાં પહેલા જીવતત્ત્વના આવા ઉપકારક સ્વરૂપનો અભ્યાસ વધુ મહત્ત્વનો છે-અધિક ઉપકારક છે.
તીર્થંકર પરમાત્માની ભાવદયાના વિષયભૂત જીવને અપાતો ભાવ, અનંતગુણો થઇને, જીવના હિતમાં માતા સમાન ભાગ ભજવે છે, માટે ભાવદયાને સર્વ જીવોની માતા કહી છે.
સર્વ જીવોને સાધકે સર્વથા પોતાના ઉપકારી સમજવા જોઇએ.
છે.
(૨) અજીવ તત્ત્વની ચિંતા અજીવ તત્ત્વ ચેતના શક્તિ રહીત તેના મુખ્ય પાંચ પ્રકાર છે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ.
આ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શનાયુક્ત હોય તે ‘રૂપી’ કહેવાય છે અને જે પુદ્ગલો સ્કૂલ પરિણામવાળા હોય તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. સૂક્ષ્મ પરિણામી હોય, તે ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. આપણી નજરે જે કાંઇ દેખાય છે, તે સર્વ પૌદ્ગલિક દ્રવ્યો છે. શેષ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અરૂપી છે. અરૂપી દ્રવ્યો વર્ણાદિથી રહિત હોય છે, તેથી ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી.
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૨૭