________________
મુનિરાજ ઇલિકાગતિ વડે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોય ત્યારે
અહીંથી સાત રાજ સુધી ઊર્ધ્વલોકની સ્પર્શના કરે છે.
આ રીતે સમ્યગ્દષ્ટ, દેશિવરિત વગેરે ઉત્તમ આત્માઓ પણ ઉત્કૃષ્ટથી પાંચ રાજની સ્પર્શના કરે છે.
આ બધા પરમ પવિત્ર આત્માઓના પવિત્રતમ આત્મ-પ્રદેશોના પાવનકારી
સ્પર્શથી આ આખો ય લોક પાવન થયેલો છે તેમજ આજે ય પાવન થઇ રહ્યો છે.
આ પવિત્રતાનો સમ્યગ્ પણે વિચાર કરતાં અનંત ઉપકારી ભગવંતોના અનંત ઉપકાર સાથે આંતિરક જોડાણ થાય છે. તેના પ્રભાવે સાધકને આધ્યાત્મિક સાધનામાં અખૂટ બળ મળે છે અને તેમાં આગળ વધતાં નિર્મળ ધ્યાનયોગ વડે એ વિશ્વવ્યાપી પવિત્રતાનો કંઇક અંશે અનુભવ પણ કરી શકે છે.
શુદ્ધ આત્માની અચિંત્ય શક્તિના સ્વાભાવિક આ પ્રભાવ ઉપર જેમ-જેમ ચિંતન-મનન-ધ્યાન કેન્દ્રીભૂત થાય છે, તેમ-તેમ અભેદાનુભૂતિની કક્ષા પરિપક્વ થાય છે, વિશ્વાત્મભાવની ભૂમિકા સુદૃઢ થાય છે, વિશ્વેશ્વર વીતરાગ પરમાત્માનું ધ્યાન લાગુ પડવા માંડે છે.
લોક્વરૂપના ચિંતનનું મહત્ત્વ
ચૌદ રાજલોકનું તેમજ તેમાં રહેલા જીવાદિ દ્રવ્યોનું ચિંતન સંવેગ અને વૈરાગ્ય આદિ ગુણોને પ્રગટાવે છે.
મુમુક્ષુ સાધકે જેના વડે પોતાની સમગ્રતાને નિત્ય ભાવિત કરવાની છે, તે બાર ભાવનાઓમાં ‘લોકસ્વરૂપ’ ભાવનાને પણ સ્થાન છે.
સંસ્થાન વિચય ધ્યાનમાં પણ લોક
સ્વરૂપનું ચિંતન કરવાનું વિધાન છે.
ભાવના સંવરરૂપ છે, જે આવતાં કર્મોનો નિરોધ કરે છે અને ધ્યાન નિર્જરારૂપ છે, જે જૂનાં કર્મોનો ક્ષય કરે છે.
આ રીતે લોકસ્વરૂપની વિચારણા દ્વારા તેમાં છૂપાયેલાં તત્ત્વગર્ભિત ઊંડા રહસ્યો સ્પષ્ટ-સ્પષ્ટતર થતાં તે આધ્યાત્મિક સાધનાનું એક અંગ બની રહે છે. લોકસ્વરૂપના ચિંતનના મુદ્દાઓ
ક્ષિતિ-પૃથ્વી, વલય-ધનોદધિ આદિ, દ્વિપ-જમ્બૂદ્વિપ આદિ ભરતાદિ ક્ષેત્રો, લવણ સમુદ્ર આદિ સાગરો, નકરત્નપ્રભાદિ, વિમાન-જ્યોતિષ આદિ દેવોનાં વિમાનો, ભવન-અસુરકુમાર આદિ ભવનપતિ દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભવનો.
લોકસ્વરૂપના ચિંતન માટે જરૂરી મુદ્દા
૧. આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ : સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ' (કર્તા : વિ. કલાપૂર્ણસૂરિ) સ્પર્શના દ્વાર વિભાગ, પૃ. ૭૮.
૨. નાયસ્વમાવો ચ સંવેવરાવાર્થમ્। - तत्त्वार्थसूत्र.
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૧૮