________________
સ્થિતિમાં સમ્યક્ત્વરૂપ તત્ત્વની અન્તઃરુચિ કઇ રીતે પ્રગટે યા ટકી શકે ?
(૫) ઉપશમ-લબ્ધિ : પ્રાયોગ્ય લબ્ધિવાળાનો પ્રયત્ન તત્ત્વવિચાર કરવા સુધી સીમિત હોય છે. પણ આ પાંચમી ઉપશમ-લબ્ધિ પ્રગટ થયા પછી જીવને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મને સર્વથા ઉપશમાવવાની શક્તિ એ જ ઉપશમકરણ લબ્ધિ છે. આ લબ્ધિમાં જીવનાં પરિણામોની વિશુદ્ધિ સમયે-સમયે અનંતગુણ વૃદ્ધિ પામતી હોય છે, તેનો કાલ અંતર્મુહૂર્તનો છે. આ પાંચે લબ્ધિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ભવ્ય જીવોને હોય છે. પાંચ લબ્ધિવાળા જીવોની વિશેષતાઓ
•
•
•
આ લબ્ધિવાળા જીવો પરાવર્તમાન શુભ પ્રકૃતિના બંધક હોય છે.
ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે. શુભ પ્રકૃતિના રસને અનંતગુણઅનંતગુણ વૃદ્ધિ પમાડે છે અને બે સ્થાનિકમાંથી વધારીને ચાર સ્થાનિક કરે છે. અશુભ પ્રકૃતિના રસને ચાર સ્થાનિકમાંથી ઘટાડીને બે સ્થાનિક કરે છે.
આયુષ્યકર્મના બંધક ન હોય અર્થાત્ આયુષ્યવર્જિત સાત કર્મોની અન્તઃ
·
•
ત્રણ શુભલેશ્યામાંથી કોઇ એક લેશ્યામાં વર્તતો હોય છે.
પ્રતિ અન્તર્મુહૂર્તે અશુભ કર્મને પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન બાંધતો હોય છે. આવી યોગ્યતાવાળા જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ - આ ત્રણ કરણ કરે છે. આ ત્રણે કરણ એ આત્માની ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ કોટિની અવસ્થાઓ છે, ધ્યાનની ભૂમિકાઓ છે. તેનો કાલ અલગ-અલગ તેમજ સમુદિત રૂપે પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે.
ઉક્ત ત્રણ કરણની અવસ્થાઓમાંથી પસાર થયા પછી જીવ અન્તર્મુહૂર્તની સ્થિતિવાળા ‘અન્તરકરણ' (ઉપશાન્ત અદ્ધા)માં પ્રવેશ કરે છે. અહીં ‘મિથ્યાત્વ મોહનીય’નો સર્વથા ઉપશમન થવાથી પ્રથમ સમયે જ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માને એવો અપૂર્વકોટિનો આનંદ અનુભવવા મળે છે - જે પૂર્વે કદી પણ અનુભવ્યો ન હતો.
કોડાકોડી સ્થિતિની સત્તાવાળા હોય છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન - આ ત્રણ અજ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં વર્તતા હોય છે. ત્રણ યોગમાંથી કોઇ એક યોગમાં વર્તતો હોય છે.
•
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૧૧