________________
વીચારના છત્રીસ પ્રકાર જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળને ‘વીર્ય’ કહે છે.
ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારોના છત્રીસ પ્રકારોનું મન, વચન અને કાયાની શક્તિને છુપાવ્યા વિનાયથાશક્તિ આચરણ કરવું એ જ વીર્યાચારના છત્રીસ પ્રકાર છે.
આ પાંચે આચારના પાલનમાં રત્નત્રયી, સામાયિક, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના રહેલી હોવાથી, તેના દ્વારા સમગ્ર જિન શાસનની આરાધના થાય છે.
ધ્યાન સાધનામાં આવશ્યક મન, વાણી અને કાયાની સ્થિરતાનું બળ આચાર-પાલનથી જ કેળવાય છે, આત્મવીર્યની પુષ્ટિ અને યોગોની સ્થિરતામાં આચાર પાલન અગત્યનો ભાગ ભજવે છે. આ અપેક્ષાએ આચારપાલન એ ધ્યાનનું મૂળ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય છે.
(૩) સ્થામયોગનાં આલંબનો
• મૂળ પાઠ :
स्थाममालम्बनानि 'बंधण-संकमणुव्वटणा य अपवट्टणा उदीरणया । उवसामणा-निहत्ती - निकायणा
-
ચત્તિ પાડું ॥ ૨ ॥' ‘જન્મપયડી’ ગાથા ૨. અર્થ : સ્થામ યોગનાં આઠ આલંબનો આ પ્રમાણે છે -
(૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉર્તનાકરણ, (૪) અપર્વતનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિત્તિકરણ, (૮) નિકાચનાકરણ.
વિવેચન : ‘સ્થામ' એક વિશિષ્ટ આત્મ-સામર્થ્યરૂપ છે. જે સામર્થ્યવિશેષથી જીવ પોતાના આત્મપ્રદેશો પર ચોટેલા કર્મના દલિકોને ખપાવવા માટે ખેંચી લાવે અર્થાત્ તે કર્મદલિકો અલ્પકાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે તે ‘સ્થામયોગ’ છે.
ઉપર્યુક્ત બંધનકરણ આદિ આઠ કરણો સ્થામયોગનાં આલંબન છે. એટલે કે આ બંધનકરણ આદિ કરણો જ્યારે વિશુદ્ધ કોટિનાં બને છે ત્યારે તેના આલંબને સ્થામયોગનું ઉત્થાન થાય છે.
સ્થામયોગ આત્મિક સામર્થ્ય સ્વરૂપ છે અને કરણ પણ આત્માનો એક વિશિષ્ટ વીર્યપરિણામ વિશેષ છે. સાધક આત્મામાં જ્યારે એવા પ્રકારનો અપૂર્વ પ્રયત્નઅપૂર્વ વીર્ય પરિણામ પ્રગટ થાય છે. ત્યારે તેના આલંબને સ્થામયોગરૂપ એક
‘વિશેષોવશ્ય માધ્ય; મા. ૨૨૭૨.
૧.‘વીયિ ત્તિ વતં નીવસ્ત્ર તમ્બુળ ।'
૨. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણ ગુણને ‘રત્નત્રયી' કહે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) . ૩૦૭