________________
લોલુપતા-આસક્તિનો સંભવ જ ક્યાંથી જાગૃત અવસ્થામાં પણ વસ્તુના વિજ્ઞાનનો હોય ?૧ અભાવ હોય છે.
નિ:સંજ્ઞીકરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે :
(૧) નિ:સંજ્ઞીકરણ, (૨) મહાનિઃસંજ્ઞીકરણ, (૩) ૫૨મ-નિ:સંજ્ઞીકરણ, (૪) સર્વ-નિ:સંજ્ઞીકરણ, (૫) નિ:સંજ્ઞીભવન, (૬) મહા-નિ:સંજ્ઞીભવન, (૭) પરમ-નિ:સંજ્ઞીભવન, (૮) સર્વ-નિ:સંજ્ઞી
ભવન.
(૫) નિર્વિજ્ઞાનીકરણ
મૂળ પાઠ : નિવિજ્ઞાનીનમિત્યાદ્રિ ( ૮ ) विज्ञानाभावरूपं, यथा सुषुप्तावस्थायां न किमप्यनुभूतमपि वस्तु वेद्यते एवमत्र जाग्रतोऽपि વસ્તુવિજ્ઞાનામાવઃ ॥ 、 ॥ અર્થ : નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકારે છે. એ વિજ્ઞાનના અભાવરૂપ છે. જેમ જાગૃત અવસ્થામાં અનુભવેલી કોઇ પણ વસ્તુનું નિદ્રાવસ્થામાં વેદન (જ્ઞાન) હોતું નથી, તેમ આ કરણની ભૂમિકામાં
વિવેચન : મન, ચિત્ત, ચેતના અને સંજ્ઞાનો અભાવ થતાં સાધકનું તત્ત્વસંવેદન તીવ્ર-તીવ્રતર અને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનતું જાય છે.
બાહ્ય પદાર્થ વિષયક જ્ઞાન-પ્રવૃત્તિનો નિરોધ થવાથી, આ કરણમાં સાધકની અનુભૂતિ, અગાઉનાં ચાર કરણોમાં હોય છે, તેના કરતાં વધુ વિશુદ્ધ અને પ્રબળ હોય છે, જેને લઇને સાધક-યોગીને જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ અનુભૂત બાહ્ય વસ્તુનું કે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહાર સુદ્ધાનું પણ જ્ઞાન હોતું નથી - એ તો આત્મસ્વભાવમાં મગ્ન રહે છે.
ધ્યાનાગ્નિના પ્રચંડ તાપમાં બળીને ખાખ થતાં કર્મોનો અભાવ જેમ-જેમ વધતો જાય છે, તેમ-તેમ વધુને વધુ વિશુદ્ધ બનતા આત્માનો પ્રભાવ એટલો તો વધતો જાય છે કે તેને પામેલા સાધકયોગીને એક તેનું જ જ્ઞાન, ભાન અને સંવેદન સતત રહે છે. સૂતાં-બેસતાંઊઠતાં તે તદાકાર રહે છે.
१. समदैरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे । मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ સરખાવો :
अमनस्के क्षणात् क्षीणं कामक्रोधादिबन्धनम् । नश्यति करणस्तंभं देहगेहं श्लथं भवेत् ॥ ८२ ॥ इन्द्रियग्राहनिर्मुक्ते निर्वातेनिर्मलामृते । अमनस्कहूदे स्नातः परमामृतमश्नुते ॥ ९१ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
· ૨૮૦
‘યોગશાસ્ત્ર', પ્ર. ૬૨.
‘અમનસ્ક યોગ'