________________
(૪) નિઃસંજ્ઞીકરણ મૂળ પાઠ :
एवं निःसंज्ञीकरणमित्यादि ८, आहारादिगृद्ध्यभावरूपम् । अनेन प्रमत्तादीनामाहारं गृह्णतामपि गृद्ध्यभावः ॥ ४ ॥ અર્થ : ચોથું નિઃસંશીકરણ આદિ
આઠ પ્રકારે છે અને તે આહારાદિની
લોલુપતાના અભાવરૂપ છે.
આ કરણની ભૂમિકામાં ધ્યાનમગ્ન પ્રમત્ત મુનિઓને આહાર વગેરે ગ્રહણ કરવા છતાં તેમાં આસક્તિ હોતી નથી.
વિવેચન : સંજ્ઞાનો અર્થ અનુસ્મરણ છે. પૂર્વે અનુભવેલા પદાર્થોને જોતાં, ‘તે જ આ વસ્તુ છે' જેને મેં પૂર્વે જોઇઅનુભવી હતી આવું જ્ઞાન તે અનુસ્મરણ અર્થાત્ સંજ્ઞા કહેવાય છે. ‘નિ:સંશીકરણ’માં સંજ્ઞાનો અભાવ થવાથી, આહા૨ની લોલુપતા-આસક્તિનો પણ અભાવ થાય છે.
આ
પ્રત્યેક સંસારી જીવને આહારાદિની સંજ્ઞાઓ ઓછા-વધતા અંશે હોય જ છે. એ સંજ્ઞાને વશ જીવને સુંદર-સ્વાદિષ્ટ ભોજન વગેરેની સામગ્રી જોતાંની સાથે રસ-લોલુપતા જાગે છે. અનુભવ આહારાદિના રસોનું કે ભોગોનું અનુસ્મરણ થાય છે. આ પૌદ્ગલિક સુખોની સ્મૃતિ, રતિમાં પરિણમીને જીવને અધોગામી બનાવે છે - આત્મિક
સુખથી વંચિત બનાવે છે.
આત્માના રસનો વિષય આત્મા જ છે, ૫ર પદાર્થો નહિ.
સાધક-જીવનમાં આહારાદિ સંજ્ઞાઓ ઉપર પણ પ્રભુત્વ સ્થાપ્યા વિના સાધનામાં શુદ્ધિ અને સ્થિરતા આવતી નથી.
સંજ્ઞા-જય માટે તો નિરંતર અભ્યાસરત સાધક જ સાધનામાં સંગીન પ્રગતિ સાધી શકે છે, જે ધ્યાન-વિશેષથી સંજ્ઞાનું વિલીનીકરણ થાય છે, તે આ નિ:સંજ્ઞીકરણ છે.
ઊંડી બે ખીણ વચ્ચે બાંધેલા સુતરના દોરા પર ચાલીને ખીણ પાર કરવી તે તેટલું કઠિન કાર્ય નથી, જેટલું કઠિન પરમ વિશુદ્ધ આત્મધ્યાનની સાધનાની સિદ્ધિ કરવાનું કાર્ય છે.
તેમ છતાં માનવભવમાં જ આ સાધના શક્ય છે. એ શાસ્ત્રસત્યમાં અડગ નિષ્ઠાવાળા મહાનુભાવો ઐહિક લાલસાઓથી અંજાયા સિવાય, આ માર્ગે દૃઢ મનોબળ સાથે ચાલીને, ઇષ્ટની દિશામાં આગળ વધતા રહે છે.
પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકની ભૂમિકાએ રહેલા મુનિઓને આહારાદિ ગ્રહણ કરવા છતાં તેમાં લેશ પણ આસક્તિ થતી નથી - તેનું કારણ સંજ્ઞા ઉ૫૨નો પૂર્ણ વિજય છે.
–
આત્માનુભવના અમૃત રસનું પાન કરનાર સાધક-મુનિને ઇન્દ્રિયજન્ય સુખોની
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૨૭૯