________________
ચિંતા અને ભાવનાઓના આલંબન વડે ધ્યાનનો પ્રારંભ કરે છે. તે ધ્યાનની સમાપ્તિ થઇ ગયા પછી પણ અનિત્યત્વાદિ અનુપ્રેક્ષાઓનું ચિંતન કરે છે અને જો પુનઃ ધ્યાન કરવાનો ઉત્સાહ હોય તો તદ્વિષયક ચિંતા અને ભાવનાઓનું આલંબન લઇ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે.
વાચક-મુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ભાવનાને ‘અનુપ્રેક્ષા’ શબ્દથી સંબોધી છે. એટલે ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ - આ રીતે ભાવના એ વિશિષ્ટ પ્રકારનું ચિંતન છે.
પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ નિરુપસર્ગાવસ્થા અર્થાત્ મોક્ષને પામી શકાય છે.
અનુપ્રેક્ષાનું આ વિવરણ સ્પષ્ટ બતાવે છે કે ભાવના એ ભવનાશ કરવાનો એક અમોઘ ઉપાય છે. તેથી જ જ્ઞાનીપુરુષોએ તેને ધ્યાન-યોગની સાધનાના એક આવશ્યક અંગ તરીકે સ્વીકારી છે વર્ણવી છે.
બાર ભાવનાઓનું સ્વરૂપ (૧) અનિત્ય ભાવના ‘પ્રિયજનોના સંયોગ અને સંબંધો, ધન-સંપત્તિ, વિષય-સુખ, આરોગ્ય, શરીર, યૌવન અને આયુષ્ય બધું જ અનિત્ય છે.'
ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઇ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે પ્રકર્ષ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઇ જાય છે.
શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપી છે. જેમ અગ્નિ સુવર્ણમાં રહેલાં સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ અનુપ્રેક્ષાની અગ્નિ આત્માના સુવર્ણમાં રહેલા સર્વ પ્રકારના મળ એટલે કર્મને બાળી નાખે છે. તેથી વિશુદ્ધ સ્વરૂપની १. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो धम्मझाणेण जो पुव्विं ॥ ६५ ॥
‘ધ્યાનશત '
જે મુનિ ધર્મધ્યાન વડે પહેલાં અત્યંત ભાવિત ચિત્તવાળા હોય છે, તે મુનિ ધ્યાનના અંતે પણ શ્રેષ્ઠ અનિત્યતાદિ ભાવનાઓથી ભાવિત હોય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૪૪
જે પરિવર્તનશીલ છે, તે અનિત્ય છે. ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અનિત્ય છે.
જે
તે
અજર, અમર અને અવિનાશી એક માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તેની ચારે તરફ જે કાંઇ પૌદ્ગલિક પદાર્થો છે, તે સર્વ જડ અને પરિવર્તનશીલ છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઘડીભર પહેલાં જે જોવા ગમતા હોય છે અને ઘડી પછી જોવા ય ન ગમે તેવા છે. ખરેખર ! આ સંસારમાં જ પદાર્થોની અનિત્યતા નજરો-નજર દેખાય છે.