________________
લેવું કે હજી તેને આત્માનું આકર્ષણ ખરેખર સ્પર્યું નથી.
‘ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પેસે રે....
આ સ્તવન પંક્તિ અનુસાર આત્મરસ-રંગીને ઇન્દ્રાસનનું સુખ પણ મુદ્દલ આકર્ષી શકતું નથી, કારણ કે આત્મા પરમ ઐશ્વર્યવાન છે.
તાત્પર્ય કે આત્માના પરમ ઐશ્વર્યથી ખરેખર ભાવિત થવાથી ભવનિર્વેદ સ્વાભાવિક બને છે.
(૫) પરમાર્થનું જ્ઞાન : જ્ઞાન, આત્માનો મુખ્ય ગુણ છે. તેના દ્વારા જીવ, અજીવના ગુણ અને પર્યાયના પરમાર્થને સારી રીતે જાણી શકાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સમતા, ઉદાસીનતા એ આત્માના સ્વાભાવિક ગુણો છે. સિદ્ધ અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોના પરિવર્તનમાં કારણભૂત તે-તે સમયની સ્થિતિ-વર્તના એ સ્વાભાવિક પર્યાય છે, તથા રાગ-દ્વેષ વગેરે વૈભાવિક ગુણો છે અને ભિન્ન-ભિન્ન ગતિ, જાતિ, શરીર આદિ વૈભાવિક પર્યાયો છે.
સર્વજ્ઞ-કથિત સિદ્ધાંતોના અભ્યાસથી જીવના સ્વાભાવિક અને વૈભાવિક ગુણપર્યાયને જાણી, સ્વાભાવિક ગુણપર્યાયનો આદર અને વૈભાવિક ગુણપર્યાયનો ત્યાગ કરવા વૃત્તિ-પ્રવૃત્તિ કેળવવી એમાં જ જ્ઞાનની સાર્થકતા છે.
એ જ રીતે અજીવના ગુણ-પર્યાયને જાણી તેના તરફના રાગ-દ્વેષને ઘટાડવા.
અજીવમાં મુખ્ય પુદ્ગલ દ્રવ્ય છે. અનેક પ્રકારની પૌદ્ગલિક વસ્તુઓસામગ્રીઓ જીવના સંબંધમાં આવે છે અને જીવ પોતાને અનુકૂળ રૂપ-૨સાદિમાં આસક્ત બને છે. તેમજ પ્રતિકૂળ રૂપ
રસાદિ પ્રત્યે તિરસ્કારભાવ દાખવે છે. રાગદ્વેષને વશ બનેલો જીવ કર્મના બંધનોથી ગાઢ રીતે જકડાઇને ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે.
જ્ઞાની પુરુષો આ પારમાર્થિક જ્ઞાનના બળે રાગાદિ દોષોથી વિરમે છે. દોષોનું બળ ઘટવાથી મન શુભ ધ્યાનમાં સહેલાઇથી એકાગ્ર બની શકે છે.
તાત્પર્ય કે જીવ અને અજીવના ૫રમાર્થ-સારને સમ્યક્ પ્રકારે જાણી લેવાથી હેય-ઉપાદેયની વિવેક દૃષ્ટિ ઊઘડે છે, બુદ્ધિ નિર્મળ બને છે, મનની ચંચળતા દૂર થાય છે.
આ રીતે પાંચે પ્રકારની જ્ઞાન ભાવનાથી ધ્યાનની સુંદર ભૂમિકાનું સર્જન થાય છે.
(૨) દર્શન ભાવના દર્શન ભાવનાના ત્રણ પ્રકાર છે (૧) આજ્ઞારુચિ, (૨) નવતત્ત્વ રુચિ, (૩) પરમતત્ત્વ-ચોવીસ ધ્યાનની રુચિ.
(૧) આજ્ઞારુચિ : જિનાજ્ઞા દ્વાદશાંગીરૂપ છે. તેનો સાર ‘સલ્વે નીવા
ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૩૮