________________
પરિપાલન કરવાનું સૂચન થયું છે. તેના પાલનથી શ્રુત-જ્ઞાન ભાવિત બને છે.
પ્રારંભમાં જીવાદિ તત્ત્વોનું ચિંતન ચલચિત્તે થાય છે. પછી તેના સતત અભ્યાસના યોગે સ્થિર-એકાગ્ર ચિત્તે એક જ જીવાદિ તત્ત્વનું ચિંતન થાય છે. આ એકાગ્ર ચિંતનમાંથી ધ્યાનશક્તિ ખીલે છે.
‘યોગબિંદુ’માં તત્ત્વ ચિંતનને અધ્યાત્મયોગ, તેના સતત અભ્યાસને ભાવનાયોગ અને તે બંનેના ફળરૂપે ધ્યાનયોગ બતાવ્યો છે.
‘ધ્યાનશતક'માં ધ્યાન પૂર્વે જ્ઞાનાદિ ચાર ભાવનાઓને ભાવિત કરવાનું વિધાન છે અને તે ધ્યાનનું પ્રધાન સાધન છે. તેના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થઇ શકતી નથી. તેથી જ્ઞાનાદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેનાં ફળ વગેરેનું સ્પષ્ટ જે વર્ણન શાસ્ત્રોમાં ૨જૂ થયેલું છે, તે વિચારીએઃ
શ્રુતજ્ઞાનનો સતત અભ્યાસ મનના અશુભ વિકલ્પોને શમાવે છે, શુભ વિચારોમાં ૨મમાણ-સુસ્થિર બનાવે છે.
સાધક જિનોક્ત વચનોના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં જેમ-જેમ એકાગ્ર બનતો જાય છે, તેમ-તેમ મન, અશુભ વિકલ્પોથી પર બને છે. તેમજ શુભ વિકલ્પોથી ભાવિત થતાં-થતાં શુદ્ધસ્વભાવની પરિણતિરૂપ ધ્યાનની સુદૃઢ ભૂમિકા પ્રાપ્ત કરે છે.
શ્રુતજ્ઞાનના નિર્મળ અભ્યાસ વિના કે શ્રુતજ્ઞાનીની પુણ્યનિશ્રા-આજ્ઞા વિનાસ્વતંત્ર રીતે ધ્યાનનો અભ્યાસ કરનારાઓ ધ્યાનમાં વાસ્તવિક વિકાસ સાધી શકતા નથી.
‘ધ્યાનશતક'માં નિર્દિષ્ટ-પ્રથમ જ્ઞાનભાવનાનાં પાંચ કાર્યો :
(૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. (૨) મનનો અશુભ ભાવનાઓથી
નિરોધ.
(૩) સૂત્ર અને અર્થની વિશુદ્ધિ. (૪) ભવનો નિર્વેદ. (૫) પરમાર્થનું જ્ઞાન.
(૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ : ‘અર્હત્વત્ર-પ્રભૂતં ગળધરચિતં દ્વાવ્શાŞવિશાલમ્' - અરિહંત પરમાત્માના મુખથી ઉદ્ભવેલી અને ગણધર ભગવંતોએ રચેલી વિશાલ દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાનનાં પઠન, મનન, ચિંતન આદિમાં ચિત્તની વૃત્તિને પરોવવી તેને શ્રુતજ્ઞાનમાં નિત્ય-પ્રવૃત્તિ કહે છે.
આવી પ્રશસ્ત પ્રવૃત્તિથી ચિત્તની અપ્રશસ્ત વૃત્તિઓ આપોઆપ બંધ થઇ જાય છે એટલું જ નહિ પણ ચિત્તતંત્ર પ્રશસ્ત શુભ ભાવોનું મજબૂત કેન્દ્ર બને છે.
શુભ ચિંતન માટે, મનના નિષ્પાપ વ્યાપાર માટે અતિ આવશ્યક એવો ભાવ-આહાર શ્રુતના અભ્યાસમાંથી સાંપડે છે, જે ભાવ-આરોગ્યની શુદ્ધિનું કારણ બને છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૩૫