________________
કોષ્ટક ૩ તિર્થંગ-લોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા તિર્થંગ-લોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા બત્રીસોને ઓગણસાઠ (૩,૨૫૯) માનવામાં આવી છે અને તેમાં રહેલા સર્વ જિન-બિંબોની સંખ્યા ત્રણ લાખ, એકાણુ હજાર, ત્રણસોને વીસ (૩,૯૧,૩૨૦)ની થાય છે.
તથા જ્યોતિષ અને વ્યંતર નિકાયમાં પણ અસંખ્ય જિન-મંદિરો અને જિનબિંબો છે. આ રીતે ત્રણે લોકમાં રહેલાં (નિશ્ચિત સંખ્યાવાળાં ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વતા જિન-મંદિરો અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતા જિન-બિંબોને નમસ્કાર થાય છે.
આ પ્રમાણે ચતુર્વિધ-સંઘને પ્રતિદિન કરણીય અનુષ્ઠાનોમાં પણ શાશ્વતા અને અશાશ્વતાસર્વઅર્હચૈત્યોનું આલંબન લઇને ધ્યાન-દશામાં મગ્નતા-લીનતા કેળવવાની સમુચિત વિધિ બતાવવામાં આવી છે. (૧૮ થી ૨૧) સાાદિ વલય · મૂળ પાઠ :
ऋषभादिपरिवारभूतगणधरप्रभृतिसाधुसंख्यावलयम् ॥ १८ ॥ महत्तरामुख्यसाध्वीસંધ્યાવતયમ્ ॥ ૧ ॥ શ્રાવસંધ્યાવતયમ્ ॥ ૨૦ ॥ શ્રાવિાસંધ્યાવતયમ્ ॥ ૨
અર્થ : અઢારમું વલય ઋષભદેવ આદિ તીર્થંકરોના પરિવારભૂત ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓ: પરિશિષ્ટ ૩)
(૧૯) ઓગણીસમા વલયમાં મહત્તરા મુખ્ય (એટલે સાધ્વીઓમાં મુખ્ય ચંદનબાળા વગેરે) સાધ્વીઓની સંખ્યાનું છે. (જુઓ : પરિશિષ્ટ ૨)
(૨૦) વીસમા વલયમાં શ્રાવકોની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ૩)
(૨૧) એકવીસમા વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ : પરિશિષ્ટ ૨)
વિવેચન : ઋષભદેવ વગેરે ચોવીસ તીર્થંકર ભગવંતોના પરિવારભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણ-સમુદાય, સાધ્વી-વૃંદ, શ્રાવક અને શ્રાવિકાના સમૂહની સંખ્યાના નિર્દેશપૂર્વક સ્મરણ-ધ્યાન કરવાનું વિધાનએ અત્યંત મહત્ત્વભર્યું છે.
સર્વે તીર્થંકર ભગવંતો સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે ‘તીર્થ’ની સ્થાપના કરે છે, તે ‘તીર્થ’ પ્રથમ ગણધર અને ચતુર્વિધ-સંઘ સ્વરૂપ છે.
દ્વાદશાંગી રૂપ તીર્થના સૂત્રથી રચિયતા ગણધર ભગવંતો છે અને તેનો આધાર ચતુર્વિધ સંઘ છે.
સર્વે તીર્થંકર ભગવંતો તીર્થની
॥। સ્થાપના વડે જ મોક્ષ માર્ગને પ્રવર્તાવે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) - ૧૭૬