________________
આત્મામાં અંતર્હિત કરી, કેવળ ‘આત્મા’ (ત્રિકાલિક પર્યાયયુક્ત)નો અનુભવ કરે છે. આ રીતે આત્માને જાણવાથી ધ્યાતા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિભાવને પામે છે અને તેથી મોહાદિ શત્રુઓનો નાશ થવાથી નિર્ભયતાનો અનુભવ કરે છે. (૧૭-૧૮) લવ-પરમ લવ ધ્યાન • મૂળ પાઠ : लव:- द्रव्यतो
दात्रादिभिः शस्यादेर्लवनम् । भावतः कर्मणां शुभध्यानानुष्ठानैर्लवनम् ॥ १७ ॥ परमलव:- उपशमश्रेणिક્ષપશ્રેળી ॥ ૨૮ ॥
અર્થ : લવ : દાતરડા વગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે ‘દ્રવ્યથી લવ' છે. શુભધ્યાનરૂપ અનુષ્ઠાન વડે કર્મોને છેદવા તે ‘ભાવથી લવ' છે.
વિવેચન : ‘લવધ્યાન' એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે. જેમ દાતરડા વડે ઘાસ વગેરે કપાય છે તેમ શુભધ્યાનરૂપ સદનુષ્ઠાનો વડે અશુભકર્મોરૂપ ઘાસ કપાય છે.
‘લવ’ અને ‘પરમલવ' દ્વારા બતાવવામાં આવે છે.
આ ધ્યાનોમાં વીર્યશક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આત્મશુદ્ધિમાં તારતમ્ય આવે છે. તેનો સ્પષ્ટ ખ્યાલ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ દ્વારા ‘કર્મ-પ્રકૃતિ' આદિ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે અને તેનો સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે
કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મોહનીયકર્મ મુખ્ય છે. તેનું જો૨-પ્રભાવ ઘટાડ્યા વિના આત્માનો યથાર્થ વિકાસ થઇ શકતો જ નથી.
મોહનીયકર્મના પેટા ભેદો ૨૮ છે, તેની વિશેષ માહિતી ‘કર્મ-ગ્રંથ’ આદિ ગ્રંથો દ્વારા સમજી લેવી. અહીં તો કર્મનો ક્ષય અને ઉપશમ (એટલે કે ઉદયમાં આવેલા કર્મદલિકોનો ક્ષય અને સત્તામાં પરમલવ : ઉપશમ-શ્રેણિ તથા ક્ષપક- રહેલા કર્મદલિકોનો ઉપશમ) કયા ક્રમે થાય છે, તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિના તારતમ્યનો ખ્યાલ આપવાનો છે, જેથી ‘લવ’ અને ‘પરમલવ’ ધ્યાનનું કાર્ય - જે કર્મનો લવવિચ્છેદ છે, તેનો સ્પષ્ટ રીતે બોધ થાય.
શ્રેણિ એ ‘પરમલવ' છે.
પૂર્વોક્ત ધ્યાનો તથા સંયમાદિ અનુષ્ઠાનોની વિશેષ શુદ્ધિ થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોનો જે ઉપશમ અથવા ક્ષય-મૂળથી ઉચ્છેદ થાય છે, તે અવસ્થાને
-
જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ પ્રકારનાં કર્મોમાંથી ઉપશમ, માત્ર મોહનીયકર્મનો જ થાય છે.
મોહનીયકર્મની ઉત્તર-પ્રકૃતિઓ (પેટા ભેદો) ૨૮ પ્રકારની હોવાથી તેના
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૪૮