________________
(૧૫-૧૬) લય-પરમલય ધ્યાન મૂળ પાઠ :
लय:- वज्रलेपादिद्रव्येण संश्लेषो द्रव्यतः । भावतोऽर्हदादिचतुःशरणरूपશ્વેતો નિવેશ: ॥ ॥ परमलय:- आत्मन्येवात्मानं ભીનું પશ્યતીત્યેવંરૂપઃ ॥ ૬ ॥ અર્થ : લય-વજ્રલેપ આદિ દ્રવ્યથી વસ્તુઓનો જે પરસ્પર ગાઢ સંયોગ, તે દ્રવ્યથી લય છે.
અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવળીપ્રરૂપિત ધર્મ - આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તનો નિવેશ, તે ભાવથી લય છે.
પરમલય : આત્મામાં જ આત્માને લીન થયેલો જોવો તે પરમલય છે.
વિવેચન : કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્ય-ષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય ‘તારા અને પરમતારા' ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. તે સમયે સાધકની આંતરદૃષ્ટિઅરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે – તે આંતરલક્ષ્યનું સ્વરૂપ પ્રસ્તુત ‘લય અને પરમલય’ ધ્યાન દ્વારા બતાવવામાં આવે છે.
‘લય’ ધ્યાનમાં મુખ્યતયા ધ્યેય રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મની સંપૂર્ણ શરણાગતિનો ભાવ હોય છે અર્થાત્ ધ્યાતાનું ચિત્ત અરિહંતાદિના સ્મરણમાં કે ગુણ-ચિંતનમાં લીન હોય છે.
‘ચઉશરણ પયશા'માં તેમજ ‘પંચસૂત્ર’માં અરિહંતાદિ ચારેયનું શરણ પરમ ભક્તિપૂર્ણ હૈયે, ઉલ્લસિત રોમાચિંત દેહે, વિકસિત નયને, મસ્તકે અંજલિ જોડીને સ્વીકારવાનું કહ્યું છે. ‘અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંતો, સાધુ મહાત્માઓ અને કેવળીકથિત સુખદાયી ધર્મ આ ચારે ચારગતિનાં દુઃખ હરનારા છે. ધન્ય પુરુષો જ તેઓનું શરણ અંગીકાર કરીને નિર્ભય બને છે. ૧
ચતુઃશરણ ગમનમાં પાંચ પરમેષ્ઠીઓ અને શાશ્વત નવપદોની ઉપાસનાનો અંતર્ભાવ થયેલો છે.
-
પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ - આ બે પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ થાય છે.
તૃતીય શરણમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદની ઉપાસના રહેલી છે.
ચતુર્થ શરણ-કેવળી કથિત ધર્મમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદની ઉપાસના રહેલી છે.
૧. અરિહંત સિદ્ધ સાદું વલિ - ત્તિઓ મુદ્દાવો ધમ્મો । एए चउरो चउगइ हरणा सरणं लहइ धन्नो ॥ अह सो जिणभत्तिभरुच्छंत-रोमंच-कंचुअ- करालो । पयहरिस पणउम्मीसं सीसंमि कयंजलि भाइ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
‘વડસરળપયન્ના', ગાથા ૬૧-૬૨.
- ૧૪૧